બોલીવુડની ઓડિયન્સ છે ‘મહા મૂર્ખ’, એ આ 7 સેલિબ્રિટીઓએ સાબિત કરી દીધું- જુઓ
કોઈપણ મૂવીમાં તમે તમારા ફેવરિટ હિરોને ભયંકર ને ખતરનાક સ્ટંટને જોઈને કાં’ તો સીટી વગાડો છો અથવા તો જોર જોરથી તાળીઓ પાડતા હશો, સાચું ને ? એમના આ સ્ટંટ જોયા પછી જ્યારે તમે સિનેમા ઘરની બહાર નીકળો છો ત્યારે તમે એમ જ કહેતા હશો ને કે અત્યાર સુધીમાં બોલિવુડમાં આવો સ્ટંટ મે ક્યારેય નથી જોયો. પરંતુ તે સ્ટંટ પાછળની સચ્ચાઈ કોઈ નથી જાણતું. આજે અમે તમને એ ખતરનાક સ્ટંટ પાછળની સચ્ચાઈ બતાવીશુ જે જાણીને તમારા પણ હોંશ ઊડી જશે.
જી હા, બોલિવુડના પાંચ સ્ટાર એવા છે જે ક્યારેય સૌથી ભયંકર ને ખતરનાક સ્ટંટ કરતાં જ નથી. તે તેમના ડુપ્લિકેટ પાસે કરાવે છે ને પોતે લોકોની અને એના ચાહકોની વાહ વાહી મેળવી લેતા હોય છે.
આમ જોઈએ તો આમિરની ફિલ્મોમાં એક્શન સીન ખૂબ ઓછા હોય છે. પરંતુ 2013 માં આવેલ ધૂમ-3 મૂવીમાં જબરજસ્ત એક્શન સીન કર્યા છે. એક્શનસીન તો ઠીક પણ જ્યારે વાત આ ફીલ્મોના ખતરનાક સ્ટંટની આવે ત્યારે બધાને આમિરના એ સ્ટંટ આંખ સામે જ આવી જાય છે. એમાય ટ્રક નીચેથી નીકળવાનો સ્ટંટ તો જોરદાર હતો. એમાં પણ એ સ્ટંટ આમિરના ડુપ્લિકેટ બોડી ડબલે જ કર્યો હતો. જો કે આ મૂવીમાં આમિરે સૌથી બેસ્ટ સીન આપવાની ટ્રાય કરી હતી.

બોલિવૂડનો ખીલાડી એટ્લે અક્ષય કુમાર. આમ તો તે માર્શલ આર્ટસનો ચેમ્પિયન છે. પરંતુ મૂવીમાં તો તેના ખતરનાક સ્ટંટ તો તેનો બોડીગાર્ડ ડબલ જ કરે છે. ફિલ્મ ચાંદની ચોક ટૂ ચાઇનમાં અક્ષયના બધા જ ખતરનાક સ્ટંટ બોડી ડબલે જ કરેલા હતા. જો કે તેની મૂવીના એક્શન સીન તો તે ખુદ જ કરે છે. પણ સ્ટંટ તે નથી કરી શકતો.

બોલિવૂડનો કિંગ એટ્લે શાહરૂખ ખાન. જે હવે એક્શન ફિલ્મો પર પણ ધ્યાન આપી રહ્યા છે. જેમાં ખતરનાક સીન પણ દેખાડવામાં આવી રહ્યા છે. શાહરુખે ફેન મૂવીમાં એક ખતરનાક સ્ટંટ કર્યો હતો. જે તેને બોડી ડબલ પાસે કરાવ્યો હતો. તેમજ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ તેના ડુપ્લિકેટને જ લેવામાં આવ્યો હતો. તો ડોનમાં પણ તેને એકસહન સીન કર્યા હતા.

કેટરીના કૈફે ધૂમ-3માં જબરદસ્ત એક્શન સીન આપ્યા હતા. કેટરીનાના એક્શન સીન જોઈને એક વાર તો દર્શકોને ડર લાગી ગયો હતો.

સલમાન તેની એક્શન સ્ટંટ માટે જ ફેમસ છે. પરંતુ જ્યારે પણ સ્ટંટ કરવાની વાત આવે છે ત્યારે, એને બોડી ડબલ વિજય જ કામ આવે છે. સલમાનની મૂવી ટાઈગર જિંદા છે એમાં ખૂંખાર ભેડીયા સાથે જે સ્ટંટ કરવાના હતાં. એ બોડી ડબલે જ કર્યો હતો. ને કોઈને આ વાતનો થોડો પણ ખ્યાલ નહોતો આવ્યો.

ફિલ્મનાં પરદા પર જ ઋત્વિકની બોડી જોઈને કેટલાય છોકરાઓને જલન થતી હશે. ને છોકરીઓ પણ ઋત્વિક પર મરે છે. જ્યારે પણ મૂવીમાં ઋત્વિકના સ્ટંટ જોવે એટ્લે દર્શકો તો ઋત્વિકનાં ફેન બની જ જાય. પરંતુ બેંગ બેંગ મૂવીમાં બોડી ડબલ આમિર ખાને સ્ટંટ કર્યા હતા. ઋતિક રોશને મોહે જો દરોમાં પણ સ્ટન્ટ કર્યા હતા.

અભિષેક બચ્ચને રાવણના શૂટિંગ દરમિયાન પર્વતના ટોચ ઉપરથી નદીમાં કૂદકો મારતા એક મિનિટ માટે તો બધાના શ્વાસ અઘ્ધર થઇ ગયા હતા. મણીસર તે સમયે ત્યાં હતા.

મેરી કોમ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાએ એક બોક્સર ભાડે રાખ્યું હતું. જેના કારણે પ્રિયંકાએ મેરીકોમ બનવાની કોશિશ કરી હતી.

રાનીએ મર્દાની ફિલ્મમાં એક બાઇક પર ગેંગસ્ટરનો પીછો કરી તેની ધોલાઈ પણ કરી હતી. આ માટે તેને ડબલ સ્ટન્ટ કરી લોકોના દિલ જીતી લીધા હતા.

ડિમ્પલ કાપડિયાની ડુપ્લીકેત રેશ્માએ ડિમ્પલ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ દીલધડક સ્ટંટ સીન કર્યા હતા. રેશ્માએ બોલીવુડની ઘણી જાણીતી એક્ટ્રેસો માટે સીન કર્યા છે.

રેશ્માએ ઘણી ફિલ્મમાં બોડી ડબલ કર્યું છે. તેમાં પણ શોલેમાં તો બેસ્ટ હતું. ‘ચલ ધનો, આજ તેરી બંસતીની ઈજ્જત કે સવાલ હૈ’

ફરી રેશ્માએ ડબલ પૈસા લઈને સાબિત કરી દીધું હતું ર્કે, રિયલ સ્ટન્ટ વુમન છે. સાથે જ તેણીએ જુનિયર આર્ટિસ્ટનો રોલ પણ બહુ સારી રીતે નિભાવ્યો છે.
