ક્રિકેટની હિસ્ટ્રીમાં આવો દુલર્ભ કેચ તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, વીડિયો જોઈને તમારી આંખો પણ ચકરાઈ જશે, જુઓ

છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટના મેદાન પર ફિલ્ડિંગનું સ્તર ઘણું સારું થવા લાગ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટથી લઈને ડોમેસ્ટિક ક્રિકેટ સુધી દરેક જગ્યાએ ફિલ્ડર્સ પોતાની શાનદાર ફિલ્ડિંગથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દે છે. આવું જ એક ચોંકાવનારું દ્રશ્ય યુરોપિયન ક્રિકેટ લીગમાં જોવા મળ્યું હતું. કહેવાય છે કે કેચથી પણ મેચ જીતી શકાય છે, જેના કરીને કેચ પડકવા માટે ખેલાડી પોતાનો જીવ પણ લગાવી દે છે.

હાલ એક એવા જ કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. યુરોપિયન ક્રિકેટ લીગમાં રમાયેલી ફાઈનલ મેચમાં એક એવો કેચ જોવા મળ્યો, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, આ મેચમાં, બેટ્સમેને બોલ પર મોટો શોટ રમ્યો અને બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો, આ બોલને પકડવા માટે, બે ફિલ્ડર બાઉન્ડ્રીની નજીક એવી રીતે ટકરાયા કે તેઓ ગળે વળગી ગયા.

ખાસ વાત એ છે કે એકબીજા સાથે અથડાયા બાદ પણ ખેલાડીઓએ બોલ ઉપરથી નજર હટાવી ન હતી અને કેચ લેવામાં સફળ રહ્યા હતા. આ બંને ખેલાડીઓ પોતાની ઇનિંગની ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ગળે મળીને કેચ પકડતા જોવા મળ્યા હતા. આ કેચનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

યુરોપિયન ક્રિકેટ લીગની આ અંતિમ મેચ હતી. પંજાબ લાયન્સ નિકોસિયા અને પાક આઈ કેર બાદલોનાની ટીમ સામસામે હતી. આ કેચે આખા સ્ટેડિયમની લાઇમ લાઈટ જીતી લીધી પરંતુ આ કેચ મેચનું પરિણામ તેની ઝોળીમાં મૂકી શક્યું નહીં કારણ કે મેચનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમથી આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by European Cricket (@europeancricket)

10-10 ઓવરની આ મેચમાં પાકિસ્તાન આઈ કેર બાદલોનાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 93 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ લાયન્સ નિકોસિયાની ટીમે પ્રથમ 3 ઓવરમાં માત્ર 18 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેચમાં થોડી ગરબડ થઈ અને પરિણામ ડકવર્થ લુઈસથી કાઢવામાં આવ્યું. આ મેચમાં પંજાબ લાયન્સની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Niraj Patel