જીવ બચાવવા 500 ભારતીય વિદ્યાર્થીઓ છુપાયા યુનિવર્સટીના ભોંયરામાં, ATM બંધ અને સુપરમાર્કેટ પણ ખાલી, જુઓ વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ

રુસ-યુક્રેન વચ્ચે જામેલા યુદ્ધને લીધે ઘણા ભારતીયો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. જેને લીધે તમામ વિદ્યાર્થીઓના પરિવારજનો માટે ચિંતાનો વિષય સર્જાયો છે.યુક્રેનની પરિસ્થિતિ ખુબ ગંભીર બનતી દેખાઈ રહી છે. એક પછી એક ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો સામે આવી રહ્યો છે, એવામાં તાજેતરમાં જ અન્ય એક સમાચાર મળ્યા છે જેમાં 500 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સીટીના ભોંયરામાં બેઠેલા જોવા મળી રહ્યા છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને લગાતાર ગોળીઓ અને હુમલાઓના અવાજો સંભળાઈ રહ્યા છે. એવામાં તેઓ યુનિવસિર્ટીના ભોંયરામાં છુપાઈને પોતાને સુરક્ષિત રાખ્યા છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે હાલ અમે બધા અહીં ભોંયરામાં છુપાયેલા છીએ. અમને જાણ નથી કે આ ભોંયરું અમને જીવિત રાખવા માટે પૂરતું છે કે નહિ.અમે ભારત સરકારને અમને અહીંથી બહાર કાઢવા માટે વિનંતી કરી રહ્યા છીએ.

અહીં માર્શલ નિયમ લાગુ કરવામાં આવ્યો છે એટલે કે કોઈપણ બહાર જઈ નહિ શકે કે કોઈ કાર, બસ કે અન્ય વાહન દ્વારા યાત્રા કરી શકશે નહીં.એટીએમ પણ કામ નથી કરી રહ્યું અને સુપરમાર્કેટમાં સામાન પણ ખૂટવા લાગ્યો છે”.

આ વીડિયોની સ્થિતિ જોઈને તમારું મન પણ ભરાઈ આવશે. જણાવી દઈએ કે યુક્રેનમાં 18 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. જેમાના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અને ભારતીય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જુઓ ભોંયરામાં છુપાયેલા વિદ્યાર્થીઓની દયનિય સ્થિતિ…

Krishna Patel