ઇન્ડિયન એમ્બેસી કોઈ જવાબદારી લેતું નથી…કીવમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીનીએ જાણો શું શું કહ્યું

આ મહાયુદ્ધ વચ્ચે યુક્રેન પર પર હુમલો વધતા PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ ડૂડા અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સાથે વાતચીત કરી હતી. PMO નાં પ્રમાણે, મેક્રોન સાથેની ચર્ચા દરમિયાન PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘ભારત માને છે કે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતા પ્રત્યેનું સન્માન જ સમકાલીન વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવે છે.’


યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ મંગળવારે મુશ્કેલીગ્રસ્ત દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આમાંથી એક વિદ્યાર્થીએ જણાવ્યું કે યુક્રેનની સેના ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરી રહી છે. જો કે, ભારતીય દૂતાવાસ ખૂબ જ સક્રિય છે અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં તેની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારત સરકાર વિદ્યાર્થીઓને ત્યાંથી પરત લાવવાના પૂરા પ્રયાસ કરી રહી છે. ત્યારે હાલ વધુ એક વિદ્યાર્થીનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, તે લોકો ત્યાં 3 દિવસથી આવેલા છે.

ત્રણ દિવસથી ઇન્ડિયન એમ્બેસી કહી રહી છે કે તે લોકો આ બધાને નીકાળશે. પાંચ પાંચ મિનિટે અહીં બોમ્બ બ્લાસ્ટ થઇ રહ્યા છે. કાલે પૂરી રાત પણ બોમ્બ બ્લાસ્ટ થયા છે, હજી પણ બોમ્બ બ્લાસ્ટ થઇ રહ્યા છે. ઇન્ડિયન એમ્બેસીને કહી રહ્યા છીએ તો કોઇ વાત કરવા પણ તૈયાર નથી. જે પણ લોકો આવી રહ્યા છે તે કહી રહ્યા છે કે હાલ જ કિવથી નીકળી જાઓ. બહાર એવી પરિસ્થિતિ બિલકુલ નથી કે પાંચ મિનિટ પણ ઊભા રહેવાય.

આ લોકો ખાવાનું પણ દસ લોકો વચ્ચે એક પ્લેટ આપી રહ્યા છે. એ પણ અમે લોકો મેનેજ કરી રહ્યા છે. ખાવા-પીવાનું બધુ જ મેનેજ કરી રહ્યા છે પરંતુ ઇવેક્યુએશનની કંઇ તો વાત કરે, સૌથી અનસેફ સ્થિતિ છે કીવ. જેમાં ઇન્ડિયન એમ્બેસી પાસે 500 બાળકો છે અને ઇન્ડિયન એમ્બેસી કોઇની જવાબદારી જ નથી લઇ રહી.

તે બોલી રહ્યા છે કે નીકળી જાઓ. 40 બાળકોને જ નીકાળ્યા છે તે લોકોએ એક ફ્લાઇટથી અને ન્યુઝમાં બતાવી રહે છે કે તે લોકો બધાને નીકાળી રહ્યા છે. શું કરી રહ્યા છે આ લોકો. વીડિયોમાં આ વિદ્યાર્થીની છેલ્લે એવું કહી રહી છે કે કંઇ તો જવાબદારી લો અને અહીંયાથી નીકાળો.

એવામાં સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે 1 ફ્લાઇટ માં 200 થી 300 મુસાફર આવે 3 દિવસ માં 2000.થી 2500 લોકો ભારત માં આવી ગયા છે.. થોડી રાહ જોવો.. તમે ભારત સરકાર ઉપર કાઈ ઉપકાર નતી કરતા.. બીજા દેશ ના લોકો પણ નિયા છે એની હાલત શુ છે એને પૂછો …..યુદ્ધ થસે તે તો નકી જ હતું પણ ડાહ્યા ને કંઈ નહીં થાય કેટલા દીવસ થી રશિયા ઘેરા બંધી બનાવી ને રાખેલ હતું તોય આટલા દિવસ સુધી ત્યા રહ્યા અને હવે જ્યારે યુદ્ધ થયું ત્યારે દેશ ની યાદ આવી કે હવે અમારી પૂછા નથી કરતા વા રે વા

સોશિયલ મીડિયા કમેન્ટ્સ: ત્યાં યુધ્ધ હાલે છે વાતો નું વાક યુદ્ધ નહિ કે બસ ઓર્ડર આપ્યો ને નીકળી ગયા તકલીફ સરકાર અને એમ્બેસી ને પણ પડતી હોય ને અને એવું તો નથી કે બધા દેશો ના નાગરિક નીકળી ગયા ને તમે dr. ઓપરેશન કરતા રહી ગયા

સોશિયલ મીડિયા કમેન્ટ્સ: દેશ ને બદનામ કરવા વાળા આ લોકો છે. યુક્રેન જઈને ભારત ઉપર મોટો ઉપકાર કર્યો હોય એવી વાતો. મફત આવવાનું અને ખર્ચો સરકાર ભોગવે. વિશ્વાસ રાખો રામદેવપીર ઉપર તમને કોઈ તકલીફ પડશે નહીં જયશ્રીરામ વીર હનુમાન દાદા તમારી રક્ષા કરશે

Shah Jina