સ્કૂલમાં ભણનારા આ ટેણીયાએ કલાસ રૂમમાં જ બતાવ્યો એવો જાદુ કે યુઝર્સ પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ ગજબનો ટેલેન્ટ

જાદુ જોવો કોને ના પસંદ હોય, પહેલા તો ગામે ગામ અને દરેક શહેરમાં જાદુગરો દ્વારા શો રાખવામાં આવતા હતા અને તેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉપસ્થિત રહેતા હતા, પરંતુ હવે ટીવી અને સોશિયલ મીડિયાના જમાનામાં બહુ ઓછા લોકો જાદુના શો કરતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ જાદુને લઈને ઘણા બધા વીડિયો આપણે વાયરલ થતા પણ જોઈએ છીએ, ત્યારે હાલ એક ટેણીયાના જાદુનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

એક વિદ્યાર્થીએ એવો જાદુ બતાવ્યો કે ઈન્ટરનેટ યુઝર્સ દંગ રહી ગયા. આ વીડિયો એટલો પોપ્યુલર થયો કે લગભગ 83.1 મિલિયન લોકોએ આ વીડિયો જોયો છે. વીડિયોમાં વિદ્યાર્થી બે પત્થરોથી જાદુ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો 9 જૂને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.

સાહિલ આઝમ નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે, જો કે તેણે તેના વીડિયોનું કેપ્શન આપ્યું નથી. પરંતુ વીડિયોની અંદર તેણે ક્લિપ સાથે લખ્યું છે, ‘ટેલેન્ટેડ સ્ટુડન્ટ’. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થી તેના સાથીદારોથી ઘેરાયેલો છે. જેમને તે પોતાની જાદુઈ કળા બતાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sahil Saifi (@sahil.aazam)

વિધાર્થી એક બેંચીસ સામે ઉભો રહ્યો છે અને તેના બંને હાથમાં નાના નાના એક એક પથ્થર છે. તે વિદ્યાર્થી જયારે બેન્ચ ઉપર પોતાના બંને હાથ મૂકે છે ત્યારે એક હાથમાં રહેલો પથ્થર પણ જાદુથી બીજા હાથમાં આવી ગયો છે. ત્યારે લોકો પણ આ જોઈને હેરાન છે કે બંને પથ્થર ભેગા કેવી રીતે થઇ ગયા. આ વીડિયોને જોઈને લોકો પણ દંગ રહી ગયા છે અને કોમેન્ટની અંદર આ વિદ્યાર્થીના ટેલેન્ટની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. આ વિદ્યાર્થી કોણ છે તેની કોઈ માહિતી નથી મળી અને તેનો જાદુ સાચો છે કે કોઈ ટ્રીક છે તેની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું.

Niraj Patel