ખબર

આ કારણે ડિપ્રશનમાં આવેલા વધુ એક યુવકે આપી દીધો પોતાનો જીવ, ડિપ્રેશન દૂર કરવાના વાંચતો હતો પુસ્તકો

ભારતમાં પબજી ગેમ બંધ થવાના કારણે ઘણા યુવાનો નિરાશ થયા છે, અને ઘણા ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હોવાની ખબરો વારંવાર આવતી જોવા મળે છે. આ આગાઉ પણ કેટલાક યુવાનોએ પબજી બંધ થવાના કારણે ડિપ્રેશનમાં આવીને પોતાનો જીવ પણ આપી દીધો હતો તો થોડા સમય પહેલા જ એક એન્જીયરીંગ છાત્રએ પણ પોતાનો જીવ આપી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે સિંધી કોલેજની બોય્સ હોસ્ટેલમાં રહેતા 21 વર્ષીય એન્જીયંરિંગના વિદ્યાર્થી વિકાસ તિવારીએ ઝેરી દવા ખાઈને પોતાનો જીવ આપી દીધો છે. તેના કાકાના છોકરાનું કહેવું છે કે તે ભણવામાં ખુબ જ હોશિયાર હતો. તેનું દિલ્હી આઈઆઈટીમા એડમિશન પણ થઇ ગયું હતું. પરંતુ મનપસંદ બ્રાન્ચ ના મળવાના કારણે તે આઈઆઈટી દિલ્હી છોડીને જીએસઆઇટીએસમાં દાખલ થયો હતો. ત્યાં જ તેને પબજી રમવાની લત પણ લાગી ગઈ હતી, પરંતુ જયારે પબજી બંધ થઇ ગઈ ત્યારે તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો.

ચાર દિવસ પહેલા જ તે પીએસસીની તૈયારી કરવા માટે તેના પિતા સાથે ઇન્દોર આવ્યો હતો અને તેને આ પગલું ભરી લીધું. પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ સિંગરૌલીના છીતરંગીનો રહેવાસી હતો. તેના પિતા ધર્મરાજ તિવારી પ્રિન્સિપાલ છે.

તેના પિતાએ તેનું ઇંદોરની એક મોટી કોચિંગ એકેડમીમાં એડમિશન કરાવ્યું હતું. બે દિવસ તે તેની સાથે રહ્યા, ત્યારબાદ તે ચાલ્યા ગયા, ત્યાં સુધી વિકાસ એકદમ સારો હતો, પરંતુ તેમને પણ ખબર નહોતી કે તે અંદરની અંદર ઘૂંટાઈ રહ્યો છે.

તેના મિત્ર નીતીશ તિવારીએ જણાવ્યું કે વિકાસના મોતથી તેના માતા પિતા ખુબ જ દુઃખી હતા, 1400 કિલોમીટર દૂરથી તેમને બોલાવવા કરતા તે જાતે જ વિકાસનું શબ લઈને ગામ ગયા હતા.

આ ઉપરાંત પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં વિકાસે લખ્યું હતું, “મમ્મી પપ્પા મને માફ કરી દેજો. હું તૂટી ચુક્યો છે. હું નથી જાણતો કે મારે શું કહેવું જોઈએ. તમને ત્રણેય (બહેન પણ)ને ખુબ જ પ્રેમ. ત્રણ વર્ષમાં હું પાગલ થઇ ચુક્યો હતો. મેં પોતાની જાત સાથે જ નફરત કરવાની શરૂ કરી દીધી હતી. હું જાણું છું કે આ તમારા ત્રણેય માટે દુઃખ ભરેલું હશે. તમારે આગળ વધવાનું છે પરંતુ મારી જેમ નહીં. તમે પોતાને મજબૂત બનાવજો. હું લખી રહ્યો છું પરંતુ મારા હાથ હલી રહ્યા છે. હું જાણું છું કે તમે નથી વાંચી શકતા. કોઈક તો તમારા માટે વાંચશે. હું જાણું છું. હું ફરી એકવાર તમારી પાસે માફી માંગી રહ્યો છું. ગુડ બાય.”