ખબર

વડોદરામાં ફરી લવ-જેહાદ! યુવકે વીડિયો કોલિંગ પર યુવતીના પ્રાઇવેટ પાર્ટસના ફોટા લઈ લીધા, દુષ્કર્મ આચર્યું

વડોદરામાં વધુ એક લવ-જેહાદ: તું મને બહુ ગમે છે. તો તારા પ્રાઇવેટ પાર્ટ્સના ફોટા મોકલવામાં વાંધો શું છે. આ બધું અત્યારના જમાનામાં ચાલે છે…

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવે છે, જેમાં યુવક દ્વારા પ્રેમની લાલચમાં યુવતિઓ અને સગીરાઓને ફસાવવામાં આવે છે અને ઘણીવાર તેમની સાથે બળાત્કાર ગુજારી તેમને ગોંધી રાખવામાં પણ આવે છે. ત્યારે હાલમાં લવ જેહાદનો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. જે કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે, તેમાં એક યુવાને યવતિને કહ્યુ “તું મને  સંબંધ બાંધવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ,’. આવી ધમકી આપી તેણે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

યુવાનની વાતોમાં આવ્યા બાદ યુવતિએ વીડિયો કોલિંગમાં બાથરૂમમાં જઈને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા અને આ દરમિયાન યુવાને પ્રાઇવેટ પાર્ટ્સના ફોટો-વીડિયોના સ્ક્રીન શોટ્સ લઈ યુવતિને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ અને દુષ્કર્મ આચર્યું. પોલીસે હાલ તો હવસખોર યુવાનની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ઘટનાની વિગત જોઇએ તો, વર્ષ-2020માં પીડિતા હોસ્પિટલને લગતો અભ્યાસ કરતી અને આ સમયે ભરૂચના પાલેજનો ઇઝહાર દીવાન પણ તેની સાથે નર્સિંગનો કોર્સ કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી.

તે બાદ અવારનવાર બંને વચ્ચે ફોન પર વાતો થતી અને ઇઝહારે પોતાનો બદ ઇરાદો પૂરો પાડવા માટે પીડિતાને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવા માટે દબાણ શરૂ કર્યું. જો કે, પીડિતાએ દાદ ન આપી અને એક દિવસ ઇઝહારે તેને ફોન કરીને જણાવ્યું કે “તું મને બહુ ગમે છે. તો તારા પ્રાઇવેટ પાર્ટ્સના ફોટા મોકલવામાં વાંધો શું છે. આ બધું અત્યારના જમાનામાં ચાલે છે. તે બાદ તેણે એમ કહ્યુ કે, જો તારે ફોટા ના મોકલવાહોય તો વીડિયો કોલ પર બતાવી દે. હું જોઇને ડિલિટ કરી દઇશ. આ વાતની કોઈને ખબર પણ નહીં પડે”

જે બાદ ઇઝહારની વાતોમાં આવી ગયેલી પીડિતાએ બાથરૂમમાં જઈને વીડિયો કોલ પર પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા અને આ દરમિયાન બદઇરાદે ઇઝહારે ફોટો-વીડિયો લઇ પીડિતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું.જે પછી એક દિવસ ઇઝહારે તેને ફોન કરી કહ્યું, તારા ફોટો-વીડિયોના મેં સ્ક્રીન શોટ્સ લઇ લીધા છે. હું કહું તેમ તારે કરવું પડશે. ત્યારે લગભગ બે મહિના અગાઉ પીડિતા નોકરીથી ઘરે જઇ રહી હતી આ દરમિયાન આરોપી ઇઝહાર ગાડી લઇને આવ્યો અને તેને ગાડીમાં બેસાડી કરજણના બ્રિજ પાસેની એકાંત જગ્યામાં લઇ ગયો.

પીડિતાને લાગ્યુ કે તે ઇઝહારને સમજાવી ફોટો-વીડિયો ડિલિટ કરાવી દેશે, પરંતુ એવું ન બન્યુ અને તેણે ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ. તે બાદ ઇઝહારે ફરી એક વખત પીડિતા નોકરી પર હતી ત્યારે ફોન કરીને રેલવે સ્ટેશન પાછળ બોલાવી અને એ-વન નામના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ફરી દુષ્કર્મ આચર્યું. અવાર-નવાર પીડિતાને બ્લેકમેઇલ કરી ઇઝહારે દુષ્કર્મ આચર્યુ અને આ વાત આખરે પીડિતાએ માતા-પિતાને જણાવી પિતાએ દીકરીને હિંમત આપી કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.