ફિઝિકલ પરીક્ષામાં વજન વધારવા માટે આ યુવાને લગાવ્યો એવો જુગાડ કે અધિકારીઓ પણ હેરાન રહી ગયા, એવી જગ્યા છુપાવ્યા વજનીયા કે વીડિયો જોઈને માથું પકડી લેશો…

પાતળો દેખાતો યુવાને ફક્ત 1 મિનિટ માં જ વધાર્યું 5 કિલો વજન… તલાસી લેતા જ અધિકારીઓ પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

મોટાભાગના યુવાનોની ઈચ્છા હોય છે કે તે સરકારી નોકરી મળેવે અને સરકારી નોકરી મેળવવા માટે તે ખુબ જ મહેનત પણ કરતા હોય છે. પરીક્ષા માટે તે મહેનત પણ કરતા હોય છે અને પોલીસ તેમજ આર્મીની પરીક્ષા માટે તે ફિઝિકલ રીતે પણ પરસેવો પાડીને મહેનત કરતા હોય છે. ત્યારે ઘણીવાર તમે આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં લોકોને ચોરી કરવા માટે અલગ અલગ જુગાડ કરતા જોયા હશે.

હાલમાં એક એવો યુવક આ દિવસોમાં પરીક્ષા કેન્દ્રમાં ઝડપાયો હતો, જે પોતાનું વજન વધારવા માટે અગજબનો જુગાડ કરતો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ પાતળો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં યુવકની તપાસ દરમિયાન તેના અંડરવેરની અંદરથી 5 કિલો વજનનું લોખંડનું એક વજનિયું કાઢતો જોવા મળે છે.

જ્યારે તેની વધુ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે પોતાનું વજન વધારવા માટે શરીર પર લોખંડનો સળિયો લપેટી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, આ યુવક KKRTCની પરીક્ષા દરમિયાન પોતાનું વજન વધારવા માટે ખોટી રણનીતિ અપનાવતો પકડાયો હતો. તે જ સમયે, વીડિયો વાયરલ થતાં જ યુઝર્સ યુવાનોના સમર્થનમાં આવી ગયા છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, ‘વીડિયો બનાવવાની જરૂર નહોતી. ગરીબી, બેરોજગારી અને ભૂખમરામાંથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવેલી નાની ભૂલ માટે બ્લેકલિસ્ટ થવાની જરૂર નથી. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે ગરીબી અને ભૂખમરો તેમને બધું કરવા મજબૂર કરે છે. બીજાએ લખ્યું, ‘તેણે કોઈ ચોરી કરી નથી. કેટલા અધિકારીઓ અને કેટલા રાજકારણીઓ પેટ ભરે છે. તેણે જે કર્યું છે તે ખોટું નથી.

Niraj Patel