‘સરને 2 ચપ્પલ મારીને જતો રહ્યો’ લાઇવ ક્લાસમાં વિદ્યાર્થીએ કરી દીધી ટીચરની પિટાઇ, ફિઝિક્સ વાલાનો વીડિયો થયો વાયરલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Physics Wallah Class Viral Video : સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયું છે, અવાર નવાર કોઇના કોઇ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ફિઝિક્સ વાલા એપ પર લાઈવ ક્લાસ દરમિયાન એક વિદ્યાર્થીએ શિક્ષકની પિટાઇ કરી દીધી. આ ઘટના સાથે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીઓના પ્રશ્નો બ્લેકબોર્ડ પર ઉકેલી રહ્યા છે અને પછી એક વિદ્યાર્થી પોતાની સીટ પરથી ઉઠે છે અને શિક્ષકને હાથમાં ચપ્પલ લઇ મારવા લાગે છે. વિદ્યાર્થીએ શિક્ષકને ચપ્પલથી બે વાર માર્યુ. આ દરમિયાન શિક્ષક પોતાનો બચાવ કરવા પાછળ હટી જાય છે.

ફિઝિક્સ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ડ્રેસ કોડમાં શિક્ષક અને વિદ્યાર્થી જોવા મળે છે. જો કે વિદ્યાર્થીએ શિક્ષક પર શા માટે હુમલો કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.આ મામલે ફિઝિક્સ વાલા તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. ફિઝિક્સ-વાલા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ઑનલાઇન પ્લેટફોર્મ છે.

વર્ષ 2016માં અલ્હાબાદ ઉત્તર પ્રદેશના શિક્ષક અલખ પાંડે અને પ્રતીક મહેશ્વરીએ સાથે મળીને ફિઝિક્સવાલા નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. એક વર્ષમાં ચેનલ પર લગભગ 4 હજાર સબ્સ્ક્રાઇબર્સ હતા. પછી અલખે ફિઝિક્સને સરળ અને મનોરંજક રીતે શીખવવાનો માર્ગ શોધી કાઢ્યો. આજે તેની યુટ્યુબ ચેનલ પર 11 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.

ત્યાં ફિઝિક્સ વાલા એપ્લિકેશન 127 મિલિયનથી વધુ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ફિઝિક્સ વાલા JEE Mains, JEE Advance, એન્જીનિયરિંગ ઉપરાંત NEET અને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવે છે. તેમની કોચિંગના ફેન ભારતમાં જ નહિ પણ બાંગ્લાદેશ, થાઇલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન અને દુબઇમાં પણ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina
error: Unable To Copy Protected Content!