જયારે શિક્ષકો ભણાવતા હોય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ભણવા કરતા કોઈ બીજી જ દિશામાં ધ્યાન રાખતા હોય છે, જેના કારણે શિક્ષકો તેમને એમ પણ કહે છે કે આ જીવનમાં કઈ નહીં કરી શકે. આપણી સાથે ભણતા પણ ઘણા એવા લોકોને તમે જોયા હશે જેમને શિક્ષકે એવું કહ્યું જ હશે. પરંતુ સમય જતા તે એવી જગ્યાએ પહોંચી જાય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. જે બાળક ભણવામાં હોશિયાર હોય તેના કરતા પણ તે વિદ્યાર્થી કેટલોય આગળ નીકળી જાય છે. તમારા પણ ઘણા મિત્રો એવા હશે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ વિદ્યાર્થીનો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેને પણ તેની શિક્ષિકાએ કહ્યું હતું કે “તું જીવનમાં કઈ નહિ કરી શકે.” પછી એ વિદ્યાર્થીએ કંઈક એવું કરી બતાવ્યું અને પછી શિક્ષિકાને મેસેજ પણ કર્યા હતા. હવે મેસેજના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને ઘણા લોકો માટે પ્રેરણા સમાન પણ બની રહ્યા છે.

એક વિદ્યાર્થી દ્વારા તેના શિક્ષકને મોકલવામાં આવેલ વોટ્સએપ મેસેજ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને ટ્વિટર પર લગભગ હજારો લાઈક્સ મળી છે. ઉપરાંત, લોકો તેને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે. હકીકતમાં, શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે તે ક્યારેય કંઈ કરી શકશે નહીં. તેના સંદર્ભમાં, તેણે બે વર્ષ પછી તેના શિક્ષકને આ સંદેશ મોકલ્યો.

વિદ્યાર્થીએ તેના શિક્ષકને સંદેશમાં લખ્યું- ‘હેલો મેડમ, હું તમારી 2019-20 બેચના વિદ્યાર્થીઓમાંથી એક હતો. હું આ સંદેશ એટલા માટે મોકલી રહ્યો છું કારણ કે તમે મને કહ્યું હતું કે હું કંઈ કરી શકીશ નહીં, તમે કહ્યું કે હું શાળા પાસ કરી શકીશ નહીં. તમે મને ગમે તેટલું નીચે ઉતારી દીધું. પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે આજે મેં 12મું સારા માર્ક્સ સાથે પાસ કર્યું છે, અને તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે જ્યાં હું હંમેશા જવા માંગતો હતો. ઉપરાંત, હું જે કોર્સ કરવા માંગતો હતો તે કરી રહ્યો છું. આ આભાર સંદેશ નથી, હું તમને જણાવવા માંગતો હતો કે મેં તે કર્યું છે. …તેથી, કૃપા કરીને આગલી વખતથી અન્યો પ્રત્યે દયાળુ બનો. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ સાથે કે જેમને તમારી મદદની જરૂર છે.”
Two years ago, me and my friend decided to text our teacher the day our results come out 😀 pic.twitter.com/iDUd6XyhZG
— famouspringroll (@hasmathaysha3) July 22, 2022
વોટ્સએપ ચેટનો આ સ્ક્રીનશોટ ટ્વિટર યુઝર @hasmathaysha3 દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “બે વર્ષ પહેલા મેં અને મારા મિત્રોએ નક્કી કર્યું હતું કે જે દિવસે અમારું પરિણામ આવશે તે દિવસે અમે અમારા શિક્ષકને સંદેશ મોકલીશું.” આ અંગે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નબળાઓને અપમાનિત કરવાને બદલે, શિક્ષકે તેમનો હાથ પકડીને તેમને આગળ લઈ જવા જોઈએ.