આજની નવી જનરેશન આવી બેશરમ ?સ્કૂલમાં અચાનક ચેંકિંગ કરતા વિદ્યાર્થીઓની બેગમાંથી કોન્ડોમ, સિગારેટ, દારૂ, ગર્ભનિરોધક ગોળીઓ. શિક્ષકો પણ હેરાન

બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યા “કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ અને…આગળનું વાંચીને રૂંવાટી ઉભી થઇ જશે, આવી હોય નવી જનરેશન….

નાના બાળકો સ્કૂલમાં જતા હોય છે ત્યારે તેમનું દફ્તર બરાબર પેક કરીને લઇ જાય છે, કોઈપણ નોટબુક મિસ ના થાય તેની કાળજી બાળકો સાથે વાલીઓ પણ લેતા હોય છે. તો ઘણીવાર બાળકોની સ્કૂલ બેગમાં કેટલાક રમકડાં પણ મળી આવતા હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેણે સૌના હોંશ ઉડાવી દીધા છે, એક સ્કૂલની અંદર બાળકોના બેગ ચેક કરતા એવી એવી વસ્તુઓ નીકળી કે સૌના હોંશ ઉડી ગયા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ મામલો સામે આવ્યો છે બેંગલુરુમાંથી. જ્યાં સ્કૂલમાં મોબાઈલ પર રોક લગાવવા માટે બાળકોના બેગ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે ચેકીંગ દરમિયાન બેગમાંથી મોબાઈલ ઉપરાંત એવી એવી વસ્તુઓ મળી જેની કોઈએ આશા પણ નહોતી રાખી. બેગમાંથી કોન્ડમ, ગર્ભ નિરોધક ગોળીઓ, સિગારેટ, લાઇટર, તમાકુ, મોટા પ્રમાણમાં રોકડ અને દારૂ જેવી વસ્તુઓ મળી આવી હતી.

આ બેગ ધોરણ 8,9 અને 10ના બાળકોની હતી. આ ઘટના સામે આવ્યા બાદ આખા કર્ણાટક રાજ્યમાં બાળકોની બેગ નિયમિત રીતે તપાસવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેક્સના રિપોર્ટ પ્રમાણે KAMS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સ્કૂલમાં અધિકારીઓના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન બાળકોની બેગમાંથી ઘણી અનપેક્ષિત વસ્તુઓ મળી આવી છે.

કર્ણાટક પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયમાં એઓસિએટ પ્રબંધન કર્ણાટકમાં 4000 પ્રાઇવેટ સ્કૂલોનું પ્રતિનિધિત્વ કરે છે. એક પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું કે 10માં ધોરણની એક વિદ્યાર્થીનીના બેગમાંથી કોન્ડમ મળ્યુ હતુ. જયારે તેની પુછપરછ કરવામાં આવી તો તેને સહપાઠી અથવા નિજી ટ્યુશનના લોકોને દોશી ગણાવ્યા જ્યાં તે જતી હતી. આ મામલામાં બાળકોને સસ્પેન્ડ કરવાના બદલે કાઉન્સેલિંગ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને બાળકોના માતા પિતાને બહારથી મદદ લેવા માટે પણ કહ્યું છે અને 10 દિવસની રજા આપી છે.

Niraj Patel