LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી દિવ્યેશ કપડાં સૂકવવાની દોરી સાથે લટકી ગયો, મરતા પહેલા મોબાઈલમાં એવું કરતુ ગયો કે જાણીને નવાઈ લાગશે

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયમાં તો વિદ્યાર્થીઓના સગીર બાળકોના આપઘાતના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલ મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં LD એન્જિનિયરિંગ કોલેજમાં બપોરના સમયે એક વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે, તેણે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો છે. તેણે આપઘાત પહેલા તેનો મોબાઈલ પણ ફોર્મેટ કરી દીધો હતો અને કોઈ સુસાઈડ નોટ પણ તેની પાસેથી નહોતી મળી આવી.

ત્યારે આ મામલે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. ગઇકાલે એટલે કે ગુરુવારથી ફાઈનલ પરીક્ષા શરૂ થવાની હતી અને તેણે ફોર્મ પણ ભર્યું ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરતનો દિવ્યેશ ઘોઘારી અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે હોસ્ટેલમાં રહેતો હતો અને તેની સાથે બી- 238 નંબરના રૂમમાં અન્ય મિત્રો પણ રહેતા હતા.

ત્યારે ગઇકાલના રોજથી એટલે કે ગુરુવારથી કોલેજની ફાઈનલ પરીક્ષા શરૂ થતી હોવાને કારણે રૂમમાં સાથે રહેતા મિત્રો પરીક્ષા આપવા ગયા અને પછી જયારે તેઓએ પાછા આવી જોયુ તો દિવ્યેશના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને ખખડાવવા છતાં તેણે દરવાજો ન ખોલ્યો ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ બારીમાંથી રૂમમાં જોયું તો દિવ્યેશે કપડા સૂકવવાની દોરી પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ગુજરાત યુનિર્વસીટી પોલીસ દોડી આવી હતી અને તપાસ કરી હતી. જો કે, દિવ્યેશ પાસેથી કોઇ સુસાઇડ નોટ નહોતી મળી આવી અને તેણે આપઘાત પહેલા મોબાઈલ ફોન પણ ફોર્મેટ કરી દીધો હતો. જેને લીધે આત્મહત્યાનું સાચુ કારણ હાલ જાણી શકાયુ નથી. પણ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે તેણે કોઈ સગીરા સાથેના પ્રેમ સબંધના કારણે આ પગલુ ઉઠાવ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

તેણે ફાઇનલ પરીક્ષાનું ફોર્મ ન ભરતા મિત્રોએ પૂછતા એવું જણાવ્યુ હતુ કે તેણે પરીક્ષાની તૈયારી બરાબર કરી નથી એટલે તે પરીક્ષા નહિ આપે. ઉલ્લેખનીય છે કે, દિવ્યેશના પિતા સુરતની ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમને દીકરાની આપઘાતની જાણ થઇ તો તેઓ સુરતથી અમદાવાદ દોડી આવ્યા. હાલ તો પોલિસ મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ કાર્યવાહી કરી રહી છે.

Shah Jina