10માં ધોરણમાં ભણતા બાળકે 15 માળની સોસાયટીની છત પરથી છલાંગ લગાવીને ટૂંકાવી દીધું જીવન, સુસાઇડ નોટમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

મમ્મી તું ભગવાન છે ! તને મળીને હું ધન્ય થઇ ગયો’ લખીને છત પરથી કૂદી ગયો 10માં ધોરણનો વિધાર્થી, જાણો કેમ

ફરીદાબાદ સ્થિત ડિસ્કવરી સોસાયટીની છત પરથી એક 10માં ધોરણમાં ભણતા છોકરાએ કૂદીને આત્મહત્યા કરી દીધી છે. વિદ્યાર્થીએ એક સુસાઇડ નોટ પણ લખેલી હતી જેમાં તેણે સ્કૂલ પ્રબંધન પર હેરાન કરવાના આરોપ અને તેની મોતના જિમ્મેદાર કહ્યું છે. પોલીસે મામલો નોંધી લીધો છે. મૃતક વિદ્યાર્થી 16 વર્ષીય ગૌરવ ડિસ્કવરી સોસાયટીમાં તેની મમ્મી સાથે રહેતો હાતો.

ગૌરવ ડીપીએસ ગ્રેટર ફરીદાબાદનો વિદ્યાર્થી હતો. તેની મમ્મી તે જ સ્કૂલમાં લલિત કલાની શિક્ષક હતી. મમ્મીએ કહ્યું હતું કે સ્કૂલના છોકરાઓ તેના છોકરાને ‘ગે’બોલાવતા હતા. તેના છોકરાને ઘણા વર્ષોથી હેરાન કરવામાં આવતો હતો. આરોપ છે કે પ્રબંધકે તેના પર કોઈ કાર્યવાહી કરી નહિ. અવાર નવાર આવી રીતે હેરાન કરવાથી ગૌરવ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેનો ઈલાજ દિલ્હીમાં ચાલી રહ્યો હતો.

ગૌરવની મમ્મીનું કહેવું છે કે 23 ફેબ્રુઆરીએ ગૌરવને વિજ્ઞાનની પરીક્ષા હતી. તેના સવાલ સમજવા માટે હેડ મિસસ્ટ્રેસ મમતા ગુપ્તાની મદદ માંગી હતી. આરોપ છે કે મમતા ગુપ્તાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું કે તે બીમારીનો ફાયદો ઉઠાવી રહ્યો છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌરવ અને તેની મમ્મીને ઘણી બધું જેમ તેમ બોલ્યા હતા આ જોઈને ગૌરવ રોવા લાગ્યો હતો. ગૌરવ ડિસ્લેક્સીયાનો દર્દી હતો. તે એટલો ઘભરાઈ ગયો હતો કે બીજા દિવસે સ્કૂલે પણ જવા માંગતો હતો નહિ પરંતુ મમ્મીએ ઘણું સમજાવ્યા બાદ મણિ ગયો હતો. ગૌરવે 15 માળ વાળી સોસાયટીના છત પરથી લગભગ રાતના દસ વાગ્યે છલાંગ લગાવી હતી.

ઘરેથી મળેલી સુસાઇડ નોટમાં ગૌરવે લખ્યું હતું કે સ્કૂલ પ્રબંધકે તેને મારી દીધો છે. ગૌરવે મમતા ગુપ્તા તેમજ અન્ય કેટલાક લોકોનેને તેની મોતનો જિમ્મેદાર બતાવ્યો છે. પોલીસ અધિકારી અર્જુન દેવે કહ્યું છે કે મૃતકના માતાની ફરિયાદ અને સુસાઇડ નોટેના આધારે મમતા ગુપ્તા, સ્કૂલ પ્રબંધક વિરુદ્ધ આત્મહત્યા માટે મજબુર કરવાની ધારાઓ તહેત મામલો નોંધવામાં આવ્યો છે. સુસાઇડ નોટને ફોરેન્સિક તાપસ માટે મોકલવામાં આવશે.

Patel Meet