અરે રે… વૉટ માંગવા માટે લોકો શું શું નથી કરતા… જુઓ આ વીડિયોમાં.. વૉટ માંગવા માટે યુવતીના પગમાં પડી ગયો યુવક, વાયરલ થયો વીડિયો

ઈલેક્શન આવતા જ નેતાઓના રંગ બદલાતા આપણે જોયા હશે. જે નેતાઓ ઈલેક્શન બાદ જોવા પણ ના મળતા હોય, એ નેતાઓ ચૂંટણી સમયે મતદારોના ઘરની આજુ બાજુ ચક્કર કાપવા લાગે, તેમના માટે કંઈપણ કરી છૂટવા તૈયાર થઇ જાય, અને એવા વાયદાઓ કરે કે એમના સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ નેતા લાગે જ નહીં. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક વૉટ માંગવા માટે યુવતીના પગ આગળ પડી જાય છે.

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના ભરતપુરથી. જેમાં ઉમેદવારો વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વોટ માંગવા માટે છોકરીઓના પગ પકડીને આજીજી કરતા જોવા મળ્યા હતા. ઉમેદવારો હાથ જોડીને વિદ્યાર્થીઓના પગ પકડીને મત માગતા રહ્યા. તમને જણાવી દઈએ કે આજે એટલે કે શુક્રવારે રાજસ્થાનની ઘણી યુનિવર્સિટીઓ અને તેમની કોલેજોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

કોરોના મહામારીના કારણે રાજ્યમાં બે વર્ષના અંતરાલ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ રહી છે. લગભગ 20,700 વિદ્યાર્થીઓ રાજ્યની અગ્રણી શૈક્ષણિક સંસ્થા, જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યભરના લગભગ છ લાખ વિદ્યાર્થીઓને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે. બપોરે 1 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અને શનિવારે મતગણતરી હાથ ધરાશે.

 

View this post on Instagram

 

A post shared by Alok Kumar (@alok.kumar78)

આવી સ્થિતિમાં ઉમેદવારો જીતવા માટે સંપૂર્ણ તાકાત અને તમામ યુક્તિઓ લગાવી રહ્યા છે, જેથી જીત તેમની થઇ શકે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ભરતપુર જિલ્લાની એક કોલેજનો જણાવવામાં આવી રહ્યો છે. આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે દરેક વિદ્યાર્થી, પછી તે છોકરો હોય કે છોકરી, રસ્તા પર જઈ રહ્યા છે, નેતાજી લોકો રસ્તા પર માથું ટેકવે છે અને તેમના પગ પકડીને મતદાન કરવા માટે આજીજી કરે છે. ત્યારે  છોકરીઓ તેમના પગ છોડાવતી જોવા મળી હતી અને કહેતી હતી કે ભાઈ.. ઠીક છે હું તમને મત આપીશ, હવે મારા પગ છોડો.

Niraj Patel