એક તરફ જ્યાં ઇન્વિટેશન વગર લગ્નમાં ખાતો ઝડપાયો તો વાસણ ઘસાવ્યાં, બીજી તરફ એક લગ્નમાં ઘુસેલા યુવકને કહ્યું, “મિત્રો માટે પણ…” જુઓ વીડિયો

અજાણ્યા લગ્નમાં જમવા માટે ઘુસી ગયો યુવક, વરરાજાએ કહ્યું, “મિત્રો માટે પણ પેક કરીને લઇ જજે !”, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, ત્યારે ગત રોજ એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક લગ્નની અંદર MBAનો વિદ્યાર્થી મફત જમવા માટે ઘુસી જતા તેની પાસે લોકોએ વાસણ ધોવડાવ્યા હતા. આ વીડિયોને જોઈને ઘણા લોકો ગુસ્સે પણ થયા હતા અને કહેવા લાગ્યા કે કોઈને ભૂખ લાગી અને જમ્યો એમાં શું ખોટું થઇ ગયું.

ત્યારે હાલ આવી જ રીતે એક લગ્નની અંદર જમવા આવી ગયેલા હોસ્ટેલમાં રહેતા યુવકનો એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં યુવક પોતે જ વીડિયો બનાવીને અજાણ્યા લગ્નમાં જમવા આવ્યો હોવાની વાત વરરાજાને જણાવી રહ્યો છે, યુવક પોતે હોસ્ટેલમાં રહેતો હતો અને લગ્નમાં જમવા આવી ગયો ગયો હોવાનું જણાવે છે, જેના બાદ વરરાજા એવો જવાબ આપે છે કે તે સૌના દિલ જીતી લે છે અને પછી આ વીડિયો વાયરલ થઇ જાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો બિહારનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે એક છોકરો સ્ટેજ પર વરરાજાની જોડે જઈને બેસી જાય છે. તે કહે છે કે મને નથી ખબર તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો. અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને અમે આજે જમવાનું નથી બનાવ્યું. તેના કારણે આ લગ્નમાં આમંત્રણ વગર જ અમે આવી ગયા છીએ, તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને ?

જેના જવાબમાં વરરાજા પણ દિલ જીતી લેનારી વાત કહે છે. તે કહે છે કે કોઈ પ્રોબ્લેમ નથી. તમે જમી લો અને હોસ્ટેલમાં બીજા છોકરાઓ હોય તેમના માટે પણ લઇ જાવ. આ સાંભળીને યુવક પણ હસવા લાગે છે. આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો અને લોકો પણ હવે આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તેને માણસાઈ પણ કહી રહ્યા છે તો ઘણાએ તેને મધ્ય પ્રદેશમાં વિદ્યાર્થી પાસે વાસણ ઘસવાની ઘટના સાથે પણ જોડી દીધી છે. વીડિયોમાં દેખાઈ રહેલા યુવકનું નામ આલોક છે અને તે બિહારનો રહેવાસી છે.

Niraj Patel