એક જ દિવસમાં બે વિદ્યાર્થીઓને ભરખી ગયો હાર્ટ એટેક, જામનગરના 13 વર્ષના કિશોર અને રાજકોટની 18 વર્ષની યુવતીના મોતથી પરિવારમાં માતમ

3-year-old boy, 18-year-old student die of heart attack : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. જેમાં જીમમાં કસરત કરી રહેલા યુવકોના તો કોઈનમું ક્રિકેટ રમતા રમતા પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબરો સામે આવતી રહે છે. આ ઉપરાંત સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવતા જોવા મળી રહ્યા છે. હાલ આવી જ એક ખબર રાજકોટ અને જામનગરમાંથી સામે આવી છે.

નાની ઉંમરમાં હાર્ટ એટેક :
રાજકોટમાં કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત થયું તો, મૂળ જામનગર અને મુંબઈમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ બંને ઘટનાઓને લઈને ગુજરાતમાં ચકચારી મચી જવા પામી છે. બંને બાળકોના આમ અકાળે મોત તેમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. ત્યારે અસ રીતે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ચિંતાનો વિષય પણ બન્યા છે.

18 વર્ષની વિદ્યાર્થિનીને હાર્ટ એટેક :

મળી રહેલી માહિતી અનુસાર જેતપુરમાં આવેલ સરદાર પટેલ કન્યા કેળવણી મંડળની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી અને મૂળ જામકંડોરણા તાલુકાના જામદાદર  રહેવાસી કશિશ સતિષભાઈ પીપળીયાને હોસ્ટેલમાં જ હાર્ટ એટૅક આવતા તેનું મોત નીપજ્યું હતું. તે બીસીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આ મામલે એ પણ સામે આવ્યું છે કે કશિશને છેલ્લા 2 વર્ષથી વાલની બીમારી પણ હતી. ત્યારે તેના નિધનથી પરિવાર આઘાતમાં છે.

13 વર્ષના કિશોરનું પણ મોત :

તો અન્ય એક મામલામાં મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહીને અભ્યાસ કરનારા 13 વર્ષના ઓમ ગઢેચા યોગાભ્યાસ કરી રહ્યો હતો તે દરમિયાન જ તેની અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલના ડોકટરો દ્વારા પ્રાથમિક તપાસમાં ઓમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. જેના બાદ પરિવારમાં પણ અરેરાટી  વ્યાપી ગઈ હતી.

Niraj Patel