રાજકોટ શહેરમાં આપઘાતના 3 – 3 બનાવ:’હું જીંદગીથી કંટાળી ગઈ છું’ સ્ટેટ્સ મૂકી ડોક્ટરનું ભણતી યુવતી આપઘાત, જાણો સમગ્ર મામલો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Rajkot Suicide News : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ પ્રસંગ તો કેટલીકવાર માનસિક તણાવ હોય છે. ઘણા સમયથી તો વિદ્યાર્થીઓમાં આપઘાતની ઘટના ઘણી વધી રહી છે, ત્યારે હાલમાં રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલ અજંતા પાર્કમાં પીજીમાં રહેતી અને બી.એ. ડાંગર કોલેજમાં બીએચએમએસમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરતી યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે.
વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
મૃતકનું નામ સંગીતા મકવાણા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. તે પછી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
વોટ્સએપ સ્ટેટસમાં લખ્યુ “પપ્પા હું જિંદગીથી કંટાળી ગઈ છું”
સંગીતા મકવાણાએ મંગળવારના રોજ મોડી રાત્રે વોટ્સએપ સ્ટેટસમાં લખ્યુ “પપ્પા હું જિંદગીથી કંટાળી ગઈ છું”. ઉલ્લેખનીય છે કે, સંગીતા છેલ્લા ચારેક વર્ષથી રાજકોટ ખાતે રૂમ ભાડે રાખી ડાંગર કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે મૂળ ભાવનગરના સિહોરના રામગઢની વતની હતી. તે બે ભાઈઓની એકની એક બહેન હતી. સંગીતાના માતા-પિતા સુરત ખાતે રહી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે દીકરીના આપઘાત બાદ પરિવાર ભાંગી પડ્યો છે.

આપઘાત પહેલા પોતાનો મોબાઈલ પાણી ભરેલી ડોલમાં નાખી દીધો
એવું સામે આવ્યુ છે કે આપઘાત પહેલા સંગીતાએ પોતાનો મોબાઈલ પાણી ભરેલી ડોલમાં નાખી દીધો હતો. ઘટનાને લઇને મૃતકના ધર્મના માનેલા ભાઈ પ્રદીપ આહીરની પૂછપરછ કરવામાં આવી છે. કારણ કે છેલ્લે સંગીતાએ પ્રદીપ આહિરને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તેની તબીયત ઠીક નથી, કંઈ મજા નથી આવતી. સંગીતા ટેરેસ પર ચાલવા ગઈ તો પ્રદિપે તેને ઠપકો આપી સૂઈ જવા કહ્યું હતું. જો કે, પ્રદીપનો દાવો છે કે તે સાત વર્ષથી સંગીતાને ઓળખતો હતો અને બહેન માનતો હતો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં