આમંત્રણ વગર લગ્નમાં મફતનું જમવા માટે ઘુસી ગયો MBAનો વિદ્યાર્થી, પકડાઈ જવા પર લોકોએ ભણાવ્યો એવો પાઠ કે… જુઓ વીડિયો

લગ્નમાં ઘૂસીને મફતનું ખાવાનું ખાઈ રહ્યો હતો MBAનો વિદ્યાર્થી, લોકોએ પકડીને વાસણ ઘસાવ્યાં- જલ્દી જુઓ વીડિયો

લગ્નની અંદર જતા મોટાભાગના લોકો લગ્ન કરતા જમણવારને વધારે મહત્વ આપતા હોય છે, અને જમણવાર ચાલુ થતા જ કાઉન્ટર તરફ ભાગતા હોય છે, સોશિયલ મીડિયામાં જમણવારને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, તો ઘણીવાર લગ્નની અંદર કેટલાક એવા પણ લોકો ઘુસી જાય છે જેમને લગ્નનું આમંત્રણ જ ના હોય, વળી તેમને તો એ પણ ના ખબર હોય કે કોના લગ્ન થઇ ગયા છે, પરંતુ જયારે તે પકડાઈ જાય છે ત્યારે ઈજ્જતનો કચરો થઇ જાય છે.

થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ “3 ઈડિયટ્સ”માં પણ આવી જ ઘટના જોવા મળી હતી, પરંતુ હાલ આ ફિલ્મ જેવી જ એક ઘટના હકીકતમાં બની હતી, જેમાં એક MBA કરતો વિદ્યાર્થી આમંત્રણ વગર લગ્નમાં ઘુસી તો ગયો પરંતુ ત્યાં પકડાઈ જતા તેની હાલત ખરાબ થઇ ગઈ. લોકોએ તેની પાસે એંઠા વાસણ ઘસાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના ભોપાલઅમથી. જ્યાં એક લગ્નમાં મફતનું જમવાનું જમવા માટે એક MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘુસી ગયો હતો, જયારે લોકોને શંકા લાગી ત્યારે તેની પુછપરછ કરવામાં આવી. તેને પૂછવામાં આવ્યું કે તું ક્યાં પક્ષમાંથી આવ્યો છે, વરપક્ષ કે કન્યા પક્ષ, જેનો જવાબ તે ના આપી શક્યો અને લોકો સમજી ગયા કે આ મફતનું જમવા માટે આવ્યો છે. જેના બાદ લોકોએ તેની પાસે લગ્નમાં એંઠા વાસણ ઘસાવ્યાં હતા.

આ ઘટનાનો વીડિયો પણ કોઈએ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના ભોપાલના કોઈ મેરેજ ગાર્ડનની જણાવામાં આવી રહી છે. વીડિયોમાં વાસણ ઘસી રહેલો યુવક પોટલું નામ સમ્રાટ કુમાર કહે છે અને તે જબલપુરનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો છે. તે એમ પણ કહી રહ્યો છે કે તે એમબીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. વીડિયોમાં કેટલાક લોકો તેને એમ પણ પૂછી રહ્યા છે લગ્નમાં કેમ ઘુસ્યો, જેના જવાબમાં તે કહે છે કે “એમ જ ખાવાનું ખાવા”

Niraj Patel