ખબર

“રામ રાખે તેને કોણ ચાખે ?” પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ વિદ્યાર્થીની, RPFના જવાનોએ આ રીતે બચાવ્યો જીવ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે, જુઓ

ટ્રેનમાંથી ઉતરતા સમયે વિદ્યાર્થીનીનો પગ લપસ્યો અને સીધી જ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ, ટ્રેન ઉપડવાનો સમય થયો અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર અકસ્માતના ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે તેને જોઈને ઘણીવાર કોઈના શ્વાસ પણ અઘ્ધર થઇ જતા હોય છે. તો રેલવે સ્ટેશન પર પણ ઘણીવાર લોકો શોર્ટકર્ટ અપનાવવાના ચક્કરમાં અકસ્માતને આમંત્રણ આપી દેતા હોય છે અને પછી દુર્ઘટનાનો શિકાર બનતા જોવા મળે છે. પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ? હાલ એવી જ એક ઘટનાનો રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સામે આવ્યો છે.

આ વાયરલ થઇ રહેલો વીડિયો વિશાખાપટ્ટનમના દુવ્વાડા સ્ટેશન પરનો છે. જ્યાં પગ લપસી જવાના કારણે એક વિદ્યાર્થીની ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગઈ. આ વિદ્યાર્થીનીના નીચે પગ લપસતાં જ લોકોએ તાબડતોબ ટ્રેનને રોકાવી દીધી, જેના બાદ બચાવકર્મીઓએ છોકરીને પ્લેટફોર્મ તોડીને બહુ જ મહેનત બાદ બહાર કાઢી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના ત્યારે બની હતી જયારે ગંટુર રાયગઢ એક્સપ્રેક્સમાંથી ઉતરતા સમયે એક છોકરીનો પગ લપસી ગયો. જેના કારણે છોકરી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ. આ દરમિયાન છોકરીનો પગ વળી ગયો અને ટ્રેકમાં ફસાઈ ગયો. આ છોકરીનું નામ શશીકલા કહેવામાં આવી રહ્યું છે. વીડિયોની અંદર દર્દથી પીડાતી છોકરીને પણ જોઈ શકાય છે. ઘટનાની તરત બાદ રેલવે સુરક્ષા બળના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

વિદ્યાર્થીનીને બહાર કાઢવા માટે તેમણે પ્લેટફોર્મનો એક ભાગ કાપી નાખ્યો, જેના બાદ વિદ્યાર્થીનીને બહાર કાઢીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. આ ઘટનાનો વીડિયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને જોઈને લોકો પણ જવાનોની ખુબ જ પ્રસંશા પણ કરતા જોવા મળ્યા. તો વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી ગયા હતા.