લો બોલો.. પરીક્ષામાં વિદ્યાર્થીનીને ચોરી કરતા રંગેહાથ નિરક્ષકે પકડી તો ગુસ્સે ભરાઈને નિરીક્ષકને માર મારવા લાગી, વાયરલ થયો વીડિયો

યુવતીને પરીક્ષામાં ચોરી કરતા પકડવી નિરીક્ષકને પડ્યું ભારે, વિદ્યાર્થીનીએ જાહેરમાં જ માર મારીને કપડાં પણ ફાડી નાખ્યા, જુઓ વીડિયો

Student beat up the invigilator : ઘણા લોકો પરીક્ષા હોલમાં ચોરી કરીને પાસ થવાનું વિચારતા હોય છે અને ચોરી કરવા માટે તે અલગ અલગ પ્રકારના નુસખા પણ વાપરતા હોય છે. પરંતુ ઘણીવાર તે નિરીક્ષકની નજરમાં આવી જાય છે અને તેમને સજા પણ થતી હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને સૌ કોઈ હેરાન છે. જ એનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે તે કોઈ પરીક્ષા હોલનો છે અને એક યુવતી એક વ્યક્તિને મારી રહી છે.

પરીક્ષા હોલમાં ચોરી કરતી હતી યુવતી :

આ મામલાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે નિરીક્ષકે યુવતીને પરીક્ષા હોલમાં ચોરી કરતા રોકી હતી. જેના કારણે તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે નિરીક્ષકને મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન તે કોઈનું સાંભળતી પણ નહોતી. વીડિયોમાં લોકો પોલીસને બોલાવવાનું કહેતા સાંભળી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પરીક્ષા હોલનો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બિહારની તિલકા માંઝી યુનિવર્સિટીનો છે.

પકડાઈ તો નિરીક્ષકને માર્યો માર :

જ્યારે નિરીક્ષક છોકરીને ચોરી કરતા અટકાવે છે, ત્યારે તે તેને મારવા લાગે છે. તેણી તેના કપડાં પણ ફાડી નાખે છે. પરીક્ષા હોલમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ આ બધું જોઈ રહ્યા છે. ઘટના દરમિયાન અન્ય નિરીક્ષકો પણ ત્યાં આવે છે. પરંતુ છોકરી નિરીક્ષકને મારવાનું ચાલુ રાખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ અંગે લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

યુઝર્સે કરી આવી કોમેન્ટ :

તેના પર કોમેન્ટ કરતા એક યુઝરે કહ્યું, ‘તે એક છોકરી છે, તે કંઈ પણ કરી શકે છે.’ અન્ય યુઝરે કહ્યું, ‘મહિલાએ બિલકુલ સાચું કર્યું. તમે બિહારના લોકોના અધિકારો કેવી રીતે છીનવી શકો? ત્રીજો યુઝર કહે છે, ‘મહિલા સાથે ગેરવર્તન. જો તે ચોરી કરતી હોય તો શું? ચોથા યુઝરે લખ્યું, ‘તે એક મહિલા છે, તે કંઈ પણ કરી શકે છે. પરીક્ષામાં છેતરપિંડી પણ કરી શકે છે. અને જો પકડાય તો તે સુપરવાઈઝરને મારી પણ શકે છે. કારણ કે તે એક મહિલા છે.

Niraj Patel