રાજકોટની આ 13 વર્ષની દીકરીની કહાની તમને રડાવી દેશે ! 9 મહિનાની હતી ત્યારે પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું તો માતાએ સાંજે ગળે ટુંપો ખાઈ લીધો, અને…

Struggle of 13-year-old Reena from Rajkot : મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ ક્યારે આવી જાય તે કોઈ નથી જાણતું, કેટલાક વ્યક્તિઓનું જીવન એટલું સંઘર્ષમય હોય છે કે આપણે તેની કલ્પના પણ ના કરી શકીએ.  કેટલાય લોકોની કહાની આંખમાં આંસુઓ લાવી દેનારી હોય છે, ત્યારે હાલ રાજકોટની એક 13 વર્ષની દીકરીની કહાની સામે આવી છે, જે સાંભળીને તમારું પણ કાળજું કંપી ઉઠશે. આ દીકરીએ માત્ર 9 મહિનાનું ઉંમરમાં જ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા, ઉપરથી આ દીકરી વામન કદની છે.

13 વર્ષની છે વામન રિના :

આ દીકરી રાજકોટના મોરબી રોડ પર રહે છે, તેનું નામ રિના કદાવલા છે. હાલ તેની ઉંમર 13 વર્ષની છે પરંતુ રીનાએ 9 મહિનાની ઉંમરમાં જ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. 9 મહિનાની દીકરીને દુનિયાદારીની કોઈ સમજ ના હોય, સુખ દુઃખ શું એ પણ તેને હજુ ખબર ના પડી હોય એવા સમયે તેને પોતાના માતા પિતા ગુમાવી દીધા હતા. ત્યારે આજે જયારે એ 13 વર્ષની થઇ ચુકી છે ત્યારે તેના મન પર શું વીતતી હશે તેની કલ્પના પણ આપણે ના કરી શકીએ.

સંઘર્ષ ભરેલી છે કહાની :

રીના જયારે સમજતી થઇ ત્યારે તેને પોતાના માતા પિતાની તસવીરો પર હાર ટીંગાતાં જોયા.  તેના દાદા અને દાદીએ તેને મોટી કરી. ઉપરથી ભગવાને રીનાનેવામન કદની બનાવી છે, જન્મથી જ બીમાર હોવાના કારણે તેના શરીરનો ગ્રોથ પણ થઇ શકતો નથી.  આ દીકરીને એ પણ નથી ખબર કે માતા પિતાની હૂંફ કેવી હોય. રિના જે સંઘર્ષ સાથે મોટી થઇ રહી છે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તેની કહાની ખરેખર દુઃખ ભરેલી છે.

9 મહિનાની ઉંમરમાં ગુમાવ્યા માતા પિતા :

રીના જયારે 9 મહિનાની હતી ત્યારે તેના પિતાએ કોઈ કારણોસર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો, તો બીજી તરફ તેની માતાને આ વાતની ખબર મળતા જ તેમને પણ પોતાના ઘરમાં જ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આમ 9 મહિનાની ઉંમરમાં જ રિના અનાથ બની ગઈ. રિના વામન કદની હોવાના કારણે તેની સારવાર પાછળ પણ ઘણો ખર્ચ થતો, હાઈટ વધારવા માટેના ઘણા ઇન્જેક્શન પણ તેને લેવા પડતા, તેના દાદાને પણ પેરાલીસીસનો હુમલો આવ્યો તે છતાં તે પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કરતા હતા.

ડોક્ટર બનવાનું છે સપનું :

રિનાનું સપનું ભણી ગણીને ડોક્ટર બનવાનું છે. તે ભણવામાં પણ ખુબ જ હોશિયાર છે, પરંતુ તેના વામન કદના કારણે તેને ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ આપવાની પણ ના પાડી દેવામાં આવી હતી, જેના બાદ તેને સરકારી શાળામાં પ્રવેશ લેવો પડ્યો. રીનાના એડમિશન માટે તેના દાદા 4 શાળાઓમાં ધક્કા ખાઈ ચુક્યા જેના બાદ તેને એક શાળામાં પ્રવેશ મળ્યો. રિનાની સારવાર માટે તેની શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ ઘણી મહેનત કરી છે.

Niraj Patel