આગળ કૂવો.. પાછળ ખાઈ.. જંગલમાંથી કેદ થયું એવું ભયાનક દૃશ્ય કે જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ વીડિયો

જંગલના પ્રાણીઓ જોવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે જે ટીવી ચાલુ કરે ત્યારે મોટાભાગે ડિસ્કવરી ચેનલ જ ચાલુ કરીને જોતા હોય છે, જેમાં ખતરનાક પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા શિકારને જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં જંગલી પ્રાણીઓ શિકાર કરતા જોવા મળે છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે હાયના અને ત્રણ હરણ જોઈ શકાય છે. જંગલ જેવા વાતાવરણમાં તમને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટના ઘણા ઉદાહરણો જોવા મળશે. આ વીડિયોમાં પણ કમજોરને તાકાતવર સામે બચત જોઈ શકાય છે. ત્રણ હરણ એટલા ખરાબ રીતે ફસાયા છે કે તમે પણ તેમની હાલત જોઈને દયા આવવા લાગશો.

આ ત્રણ હરણની એક તરફ ખતરનાક હાયના છે અને બીજી બાજુ ખાડો છે. હવે જો તેઓ આવી સ્થિતિમાં જાય તો ક્યાં જાય? આ વીડિયો જોઈને લાગે છે કે હાઈના કોઈપણ સેકન્ડે હુમલો કરીને હરણના જીવનનો અંત લાવી શકે છે. આ વીડિયો જોઈને કેટલાક લોકો હરણની બુદ્ધિમત્તાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક વીડિયો બનાવનારને હરણને બચાવવાની સલાહ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 3 લાખ 61 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો છેલ્લે સુધી નથી બતાવવામાં આવ્યો. વીડિયો જોઈને એ નથી જાણી શકાયું કે હાયનાના હુમલાથી હરણ બચી શક્યા કે નહીં. ઘણા લોકો કોમેન્ટમાં હરણ બચી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Niraj Patel