કેનેડામાં બેરોજગારીથી લોકોના હાલ બેહાલ ! કોફી હાઉસની બહાર નોકરી માટે લાઇનમાં ઉભા રહી ગયા સેંકડો લોકો, ભારતીયો પણ સામેલ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

કેનેડાના કોફી હાઉસમાં નોકરી માટે સેંકડો ભારતીયોની લાંબી લાઈન, યુવાનોની પડાપડી, જુઓ વાયરલ Video

Struggle for a job in Canada : કેનેડાને ઉચ્ચ શિક્ષણ અને વધુ સારી રીતે જીવન જીવવા માટેનું લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભારતીયો અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ અને રોજગાર માટે સારી તકોની શોધમાં અહીં આવે છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેનેડાની વાસ્તવિક તસવીર બતાવવામાં આવી છે. આ વિડિયો વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડામાં રોજગારની વાસ્તવિકતા દર્શાવે છે.

આ વીડિયો ભારતીય વિદ્યાર્થી નિશાંતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રખ્યાત કોફી હાઉસ ચેઈન ‘ટિમ હોર્ટન્સ’ના આઉટલેટની બહાર જોબ ઈન્ટરવ્યુ માટે વિદ્યાર્થીઓની લાંબી કતાર છે. નિશાંતે જણાવ્યું કે તે પોતે આ લાઈનમાં ઉભો હતો અને છેલ્લા એક મહિનાથી નોકરી શોધી રહ્યો હતો. આ વીડિયોમાં નિશાંતે તેના ઈન્ટરવ્યુના અનુભવો પણ શેર કર્યા અને જણાવ્યું કે કોફી હાઉસ ચેઈન દ્વારા તેને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

નિશાંતનો આ વીડિયો કેનેડાની વર્તમાન આર્થિક સ્થિતિની ઝલક છે. માર્ચ 2024 માં કેનેડામાં 2,200 થી વધુ નોકરીઓ ગઈ હતી, જેમાંથી મોટાભાગની નોકરીઓ સેવા ક્ષેત્રની હતી. આના કારણે બેરોજગારીનો દર 26 મહિનામાં સૌથી વધુ 6.1% પર પહોંચી ગયો છે. મે 2024માં પણ બેરોજગારી દરમાં વધારો નોંધાયો હતો અને તે 6.2% થયો હતો. આ વીડિયોમાં કેનેડામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સમસ્યાઓ સામે આવી છે.

ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં લખ્યું કે તેઓ પણ નોકરી શોધી રહ્યા છે અને તેમને કોઈ સારી તક મળી રહી નથી. કેનેડાની સરકાર વિદ્યાર્થીઓ માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે શું કરી રહી છે તે અંગે પણ કેટલાક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. કેનેડામાં વધતી બેરોજગારી એ એક મોટો પડકાર છે, ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ માટે. આ વિદ્યાર્થીઓ સારા શિક્ષણ અને રોજગારીની તકોની શોધમાં કેનેડા આવે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તેઓએ માત્ર શિક્ષણનો ખર્ચ જ ઉઠાવવો પડતો નથી પરંતુ રોજીંદા ખર્ચ માટે પણ સંઘર્ષ કરવો પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Nishat (@heyiamnishat)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel