ખબર

59 ચાઈનીઝ એપ બેન થતા જ બોખલાઈ ગયું ચાઈના, હવે યાદ આવ્યા કાનૂન

ચીન સાથે ચાલી રહેલા તનાવને પગલે ભારતે સોમવારે ટીકટોક સહિતની 59 ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધ મુક્યો હતો. જેમાં ટિક્ટોક, હેલો, યુસીબ્રાઉઝર, શેર ચેટ સહીત ઘણી એપનો સમાવેશ થાય છે. જેના કારણે તેને કરોડોનું આર્થિક નુકસાન થયું છે. ભારતમાં એપ પર પ્રતિબંધ થયા બાદ ચીન ચિંતામાં પડયુ છે.

Image source
Image source

ભારતના નિર્ણય બાદ પહેલી પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યુ છે કે, ચીન આ નિર્ણયની સમિક્ષા કરી રહ્યુ છે. ચીનને આ વાતની ચિતા છે.

ઝાઓએ કહ્યુ હતુ કે, ચીનની સરકાર હંમેશા પોતાની કંપનીઓને આંતરરાષ્ટ્રિય અને જે તે દેશના સ્થાનિક નિયમોનુ પાલન કરવા માટે કહેતી હોય છે. ભારત સરકારની જવાબદારી છે કે, તે ચીનની કંપનીઓના અધિકારોની રક્ષા કરે.

Image source
Image source

જોકે ભારત સરકાર આ એપ બેન કરવા પાછળનુ કારણ આપતા કહી ચુકી છે કે, એપ ચાઈનીઝ હોવાના કારણે નહી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેન કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યું છે. ગલવાન ઘાટી પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના 20 જવાન શાહિદ થઇ ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.