ખબર

બાપ રે…હોસ્પિટલમાં કોરોના સામે જંગ લાડનારની ડોક્ટર્સ-નર્સોની આવી હાલત? હડતાળનું કારણ જાણીને હોંશ ઉડી જશે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધી જ રહયા છે એવામાં એસવીપી હોસ્પિટલના સ્ટાફને એક મહિનાનો પગાર ન ચૂકવાતા તેઓ આજે સવારથી હડતાળ પર ઉતરી આવ્યા હતા. આ અગાઉ સિવિલ હોસ્પિટલના સ્ટાફે પણ પીપીઈ કિટ સહિતનાં સુરક્ષાના સાધનોની માગ કરતાં હડતાળ પર ઉતર્યો હતો.

શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને PCA સહિતના સ્ટાફના 200થી વધુ કર્મચારીઓએ આજે સવારે પગાર મુદ્દે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભારે હોબાળો કર્યો હતો. સામાન્ય રીતે મહિનાની સાતમી તારીખ સુધીમાં પગાર થઇ જતો હોય છે, પણ આજદિન સુધી પગાર ન થતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો.

જોકે, હોસ્પિટલ દ્વારા આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પગાર ચૂકવવાની ખાતરી આપતા કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી. પરંતુ જો સાંજ સુધીમાં પગાર ન થાય તો હોસ્પિટલના સ્ટાફ દ્વારા આવતીકાલથી આખો સ્ટાફ ફરીથી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

આરોગ્યકર્મીઓ કોરોના વાયરસ સામે દિવસ-રાત સામેની જંગ લડી રહ્યા છે. પરંતુ તેમની પાસે સુરક્ષાના પૂરતા સાધનો ન હોવાના કારણે એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ રોષ પ્રગટ કરી રહ્યા હતા. તેમને ચેપનો ખતરો સૌથી વધુ હોય છે અને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 70થી વધુ ડોક્ટર અને પેરામેડિકલનો સ્ટાફ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યો છે. એવામાં મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. જો કે સમજાવટ બાત તેઓએ હડતાળ સમેટી લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.