ધાર્મિક-દુનિયા

મુશ્કેલીનો સામનો કરવા, બીમારીને દૂર કરવા કે કામને સિદ્ધ કરવા શનિવાર અને મંગળવારના દિવસે વાંચી લો આ પંકિત

કોઈપણ કાર્યને સિદ્ધ કરવા શનિવાર અને મંગળવારના દિવસે વાંચી લેવી આ પંક્તિ

મોટાભાગના લોકો મુશ્કેલીઓથી ઘેરાયેલા જોવા મળે છે, મુશ્કેલીઓનો સામનો કરવા માટે માટે દિવસ શરત મહેનત કરે છે અને છતાં પણ કેટલાક અંશે સફળ નથી થતો ત્યારે હનુમાન દાદા પાસે માણસની દરેક મુશ્કેલીઓનો અંત રહેલો છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે અને તે પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરતા હોય છે, તેમના માથે આવેલા સંકટો દૂર કરતા હોય છે, બસ તેના માટે ખરા મનથી હનુમાન દાદાનું સ્મરણ અને ભક્તિ છે.

Image Source

હનુમાન દાદાની ભક્તિ કરવા તેમને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસાના પાઠ તમને ધરી સિદ્ધિ આપવી શકે છે. હનુમાન ચાલીસાની કડીઓમાં એવા ઉપાયો છુપાયેલા છે જે તમારા જીવનને ઘણી રીતે બદલી શકે છે, તમારા કાર્યને પણ સિદ્ધ કરી શકે છે. ચાલો જાણીએ હનુમાન ચાલીસાના કયા છંદમાં કયો ઉપાય છુપાયેલો છે.

ખોટી સંગત છોડાવવા:
જો તમે કોઈ ખોટી સંગતનો શિકાર થઇ ગયા છો અને તેનાથી બચવા માંગો છો હનુમાન ચાલીસામાં “મહાવીર વિક્રમ બજરંગી । કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥” નો પાઠ કરવો તેનાથી તમે આ સંગતથી પીછો છોડાવી શકો છો.

બંધનથી છૂટવા;
તમે કોઈપણ પ્રકારના બંધનમાં બંધાઈ ગયો છો તો “જો સતબાર પાઠ કર કોઈ | છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||” પંક્તિઓનો જાપ કરવો. તમને દરેક બંધનમાંથી મુક્તિ અપાવશે.

ડરથી બચવા માટે:
રાત્રે અંધારામાં કે ઘરની અંદર પણ તમને ક્યારેય કોઈ ડર સતાવી રહ્યો છે તો “સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહુ કો ડરના ||” પંક્તિનો જાપ કરવો.

Image Source

મનોકામના પૂર્ણ કરવા:
તમારા મનમાં કોઈ મનોકામના હોય અને તેને પૂર્ણ કરવા માંગતા હોય તો “ઔર મનોરથ જો કોઈ લાવે | સોઈ અમિત જીવન ફલ પાવે ||” પંક્તિનો જાપ કરવો.

બાળકોનું ભણવામાં મન લાગે તે માટે:
જો બાળકો ભણવામાં ધ્યાન કેન્દ્રિત ના કરી શકતા હોય અથવાતો તેમનું મન પણ ભણવામાં ના લાગતું હોય ત્યારે “બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥” પંક્તિનો જાપ કરવો.

અકારણ ભય સતાવતો હોય ત્યારે:
રાત્રે તમને બઘ ના આવતી હોય અને સપનામાં અથવા તો બીજા કોઈપણ પ્રકારનો કોઈ ભય સતાવતો હોય તો: “ભુત પિશાચ નિકટ નહિં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ||” પંક્તિનો જાપ કરવો.

કાર્ય સિદ્ધિ માટે:
તમારા કાર્યોમાં વારંવાર અડચણ આવતી હોય અને તમે એ કાર્યને સિદ્ધ કરવા માંગતા હોય તો હનુમાન ચાલીસાની “ભીમ રૂપ ધરિ અસુર સંહારે । રામચંદ્ર કે કાજ સંવારે ॥” પંક્તિનો જાપ કરવો જોઈએ.

Image Source

બીમારીથી મુક્તિ મેળવવા:
જો તમે લાંબા સમયથી કોઈ બીમારીમાં સપડાઈ રહ્યા હોય અને એનો કોઈ ઈલાજ ના મળે ત્યારે હનુમાન દાદાનું સ્મરણ કરીને “નાસે રોગ હરે સબ પીરા | જપત નિરંતર હનુમંત બિરા ||” પંક્તિનો જાપ કરો.

પ્રાણ ઉપર આવેલું સંકટ દૂર કરવા:
જો તમારા જીવ ઉપર સંકટ આવી ગયો હોય અને તમે તેનાથી બચવા માંગતા હોય ત્યારે “સંકટ કટે મિટૈ સબ પીરા |જો સુમિરૈ હનુમંત બલવીરા ||” અથવા તો “સંકટ સે હનુમાન છુડાવૈ |મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||” પંક્તિનો જાપ કરવો ફાયદાકારક રહેશે.