સુરતના આ દુકાનદારે બનાવી ફ્રૂટ ચા, જોઈને ચા લવરનો પિત્તો છટકી ગયો, વીડિયો જોઈને તમે પણ કહેશો, “ચા સાથે આવો અત્યાચાર ક્યારેય સહન નહિ થાય !”

સોશિયલ મીડિયા ઉપર ખાવા પીવાની વાનગીઓ સાથે ચેડાં થતા તમે ઘણીવાર જોયા હશે, ઘન લોકો ખાવા પીવાની વસ્તુઓમાં એવી એવી વસ્તુઓ ઉમેરવા લાગે છે કે તેને જોઈને આપણને પણ કંઈક કંઈક થઇ જાય, ઘણીવાર આવા અખતરા સફળ પણ નીવડે છે તો ઘણીવાર આપણો જીવ પણ કચવાઈ જતો હોય છે.

તો જો વાત ચાની કરવામાં આવે તો મોટાભાગના લોકોને કોઈ ચા સાથે અખતરો કરે તે જરા પણ પસંદ નથી આવતું, ચા એક એવી વસ્તુ છે જેના વિના ઘણા લોકોની સવાર અધૂરી છે. કામનો તણાવ હોય, તાજગી અનુભવવી હોય કે નવરાશનો સમય પસાર કરવો હોય, એક કપ ચા તમારા મૂડને તાજું કરી શકે છે. જ્યારે ઘણા લોકોને આદુની ચા ગમે છે તો ઘણા લોકોને એલચીની ફ્લેવરવાળી ચા ગમે છે.

પરંતુ જો કોઈ તમને સફરજન, કેળા અને ચીકુ સાથે ચા પીવાનું કહે તો? તમે પણ વિચારશો કે સારા ફળની ચા કોણ બનાવે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે આજકાલ સુરતમાં એક સ્ટ્રીટ વેન્ડર ચા સાથે આવો જ પ્રયોગ કરતા જોવા મળે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો ફૂડ બ્લોગર અમર સિરોહીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ Foodie Incarnate પર પોસ્ટ કર્યો છે. ટૂંકી ક્લિપમાં, રસ્તા પર એક વિક્રેતા ફળની ચા બનાવતો જોઈ શકાય છે. વિડિયોના કેપ્શન મુજબ, વેન્ડર સુરતનો રહેવાસી છે. આ વિચિત્ર ચા બનાવવા માટે, તેણે પાણી અને દૂધ સાથે એક તપેલીમાં કેળા અને ચાના પાંદડા નાખ્યા. આ પછી તેણે ચીકુના ટુકડા નાખ્યા. પછી તેણે સફરજનને છીણ્યું અને ચાને ઉકળવા દીધી. પછી માણસે ફ્રુટ ટીને કીટલીમાં ગાળીને સર્વ કરી.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી છે. વીડિયો જોયા પછી લોકોનો ગુસ્સો એટલો ફાટી નીકળ્યો કે એક યુઝરે લખ્યું- ‘બસ આટલું જ બાકી હતું ચા પીવામાં’. આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું કે ‘ક્યા હો ગયા ? લોકો કંઈ પણ બનાવે છે, તે એક માણસ છે.’ સ્વાભાવિક છે કે ચાના આવા રૂપને જોઈને ચા પ્રેમીઓને ગુસ્સો આવતો જ હશે કે કોઈએ કડક ચાને બદલે ફ્રૂટ ટી કેવી રીતે બનાવી.

Niraj Patel