આપણે બધા જ માનીએ છીએ કે કૂતરું માણસ કરતા પણ વફાદાર હોય છે. અને તેના જ કારણે ઘણા લોકો કૂતરાને પોતાના ઘરની અંદર પાળતા હોય છે. તેની સારી રીતે ખાતિરદારી પણ કરતા હોય છે, પરંતુ કોઈ કૂતરાને નોકરી આપી શકે એવું તમે ક્યારેય વિચાર્યું છે? પણ આ ઘટના સાચી છે. હ્યુન્ડાઇ કંપનીએ એક રખડતા કૂતરાને પોતાના શો રૂમની અંદર સેલ્સમેન તરીકેની નોકરી આપી છે અને તેને કાયદેસર આઈકાર્ડ પણ આપવામાં આવ્યું છે.
View this post on Instagram
આ ઘટના છે બ્રાઝિલની જ્યાં હવે હ્યુન્ડાઇ શો રૂમની અંદર કૂતરું એક સેલ્સમેન તરીકે ફરજ બજાવી રહ્યું છે. હ્યુન્ડાઇ શોરૂમ દ્વારા આ કૂતરાને સેલ્સમેન અને એમ્બેસેડરના રૂપમાં કામ ઉપર રાખવામાં આવ્યું છે. પહેલા આ કૂતરું શો રૂમની બહાર ફરતું રહેતું હતું. હવે તેને હ્યુન્ડાઇ શોરૂમનું સેલ્સમેન બનાવી દેવામાં આવ્યું છે. તેનું નામ પણ ટક્સન પ્રાઈમ રાખવામાં આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે ટક્સન શોરૂમના કર્મચારીઓ સાથે ભળી ગયું હતું જેના બાદ શોરૂમે તેને દત્તક લઇ લીધું છે. ટક્સન પ્રાઈમને બીજા કર્મચારીઓની જેમ આઈડી કાર્ડ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને એક ઘર પણ આપવામાં આવ્યું છે. હ્યુન્ડાઇ બ્રાઝીલે સોશિયલ મીડિયા ઉપર પોતાના નવા કર્મચારી ટક્સન પ્રાઈમનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેના કેપશનમાં લખવામાં આવ્યું હતું કે “હ્યુન્ડાઇ પ્રાઈમ ડીલરશીપમાં સેલ્સ ડોગ ટક્સન પ્રાઈમને મળો.”
A pooch always around the Hyundia showroom was adopted and stays at the showroom now. Such a nice story. Be kind. That’s all there is to be! pic.twitter.com/wHXpQAEWjw
— Natasha A. (@Grammar_nazzzi) August 4, 2020
એ પોસ્ટની અંદર જ આગળ લખવામાં આવ્યું છે કે “આ નવું સદસ્ય જેની ઉંમર લગભગ 1 વર્ષ છે. તેનું સ્વાગત હ્યુન્ડાઇ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પહેલાથી જ શોરૂમના કર્મચારીઓ સાથે ભળી ગયો હતો. ટક્સનનું શોરૂમની અંદર પોતાનું એક કેબીન અને કુતરા ઘર પણ છે. આ કૂતરું એ નક્કી કરે છે કે જયારે તમે ગાડી ચલાવો છો ત્યારે બધું જ ઠીક ઠાક રહે.”
View this post on Instagram
ટક્સનનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે જેની અંદર તેના 28 હજારથી પણ વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. અને તેના ફોટોને પણ અઢળક લાઈક મળી છે. તેમજ સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ પણ થઇ ગઈ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.