વિદેશમાં ફરવાના શોખીનો જો તમે આ 14 વસ્તુ નથી જોઈ તો તમે દુનિયામાં કંઈ નથી જોયું
ભારત એ દેશ છે જેને સોનાની ચિડિયા કહેવામાં આવે છે, અહીની સભ્યતા અને સંસ્કૃતિ કોઇને પણ તેની તરફ ખેંચે છે. અહીં સુધી કે જમવાની સુગંધ આવવાની સાથે જ ભૂખ પણ લાગી જાય છે. પરંતુ ભારતમાં સભ્યતા સંસ્કૃતિ અને જમવા ઉપરાંત તેની ઓળખમાં બીજુ ઘણુ બધુ છે. તો ચાલો જાણીએ..
1.પગમાં વેઢ : તમિલનાડુમાં લગ્ન દરમિયાન દુલ્હનના પગમાં વચ્ચેવાળી આંગળીમાં 2 ચાંદીના વેઢ પહેરાવવામાં આવે છે. પરંપરા અનુસાર આવું કરવા પર મહિલાને પ્રેગ્નેંસી દરમિયાન સમસ્યા થતી નથી. આ વેઢ સોનાના પહેરાવવામાં આવતા નથી. કારણ કે હિંદુઓ માટે સોનું દેવી લક્ષ્મીનું પ્રતિક હોય છે.
2.દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી : મુંબઇમાં સ્થિત બોલિવુડ ભારતીય હિંદી ભાષાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને અહીં દર વર્ષે હજારો ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. વર્ષ 2012માં બોલિવુડ ફિલ્મોના નિર્માણમાં હોલિવુડથી આગળ નીકળી ગયુ હતુ. બોલિવુડ શબ્દ બોમ્બે અને હોલિવુડથી બનેલો છે.
3.લદ્દાખની મેગ્નેટિક હિલ : મેગ્નેટિક હિલ એક Cyclops Hill છે જે ભારતના લદ્દાખમાં લેહ પાસે સ્થિ છે. આ પહાડીની ખાસિયત એ છે કે જો વાહન નીચેની તરફ જાય છે તો તે એમ જ ઉપરની તરફ જતુ દેખાય છે. અહીં વાહન લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર સાથે ઉપરની તરફ આગળ વધતુુ જોવાય છે.
4.શોકનો રંગ કાળો નહિ સફેદ : ભારતમાં કોઇ જો દુનિયા છોડીને જતુ રહે છે તો તેમના ગયા બાદ શોક મનાવવા માટે સફેદ કપડા પહેરવામાં આવે છે. જયારે એક મહિલાના પતિની મોત થઇ જાય છે તો વર્ષો સુધી તે સફેદ સાડી પહેરે છે.
5.330 મિલિયન દેવતા : ભારતમાં 80% હિંદુઓની આબાદી છે. હિંદુ ધર્મમાં 330 મિલિયન દેવતા ગણવામાં આવે છે. કેટલાક દેવતાઓનો તેમના નામ જાણ્યા વગર જ પૂજવામાં આવે છે. સૌથી વધારે જેમને હિંદુઓ દ્વારા પૂજવામાં આવે છે તે છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ.
6.વિવાહિત મહિલાના 16 શણગાર : લગ્ન કર્યા બાદ મહિલાઓ 16 શણગાર કરે છે. તેમાં માથાનો ચાંલ્લો અને નથ પણ હોય છે.
7.બુલ સર્ફિંગ : બુલ સર્ફિંગ એક દોડ છે જે દક્ષિણી કેરળના આનંદાપલ્લી ગામમાં ફસલ બાદની મોસમમાં થાય છે. ચોખાના ખેતરમાં એક ફુટ સુધી પાણી ભરાઇ જાય છે. બળદની જોડીથી ખેતરને જોતવામા આવે છે.
8.થર્ડ જેન્ડર : ભારતમાં પ્રાચીન કાળથી ટ્રાંસજેન્ડર કે ટ્રાંસસેઅલ એક ઇતિહાસ રહ્યો છે. તેમને ઘણા નામોથી બોલાવવામા આવે છે.
9.અદ્વિતીય લુપ્તપ્રાય જાનવરોની પ્રજાતિઓ : ભારતમાં જાનવરોની કેટલીક દુર્લભ અને સૌથી વિશેષ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં લુપ્તપ્રાય એશિયાઇ સિંહ અને અદ્વિતીય બૈંગની દેડકો છે.
10.પબ્લિક પ્લેસમાં પુરુષોનો એક-બીજાનો હાથ પકડવો : ભારતમાં પુરુષોન રસ્તા પર હાથ પકડીને જોવા મળવુ એ સામાન્ય બાબત છે. આ 2 સાચા મિત્રો વચ્ચેનો સ્નેહ છે. પરંતુ જો એક પુરુષ અને એક મહિલાો હાથ પકડવો ગંભીર બાબત છે. જેને સાર્વજનિક સારી રીતે દેખવામાં આવતુ નથી.
11.ટાવર ઓફ સાઇલેંસ : પારસી ધર્મમાં પૃથ્વી અને આગ બંનેને પવિત્ર માનવામાં આવે છે. આ કારણથી તેમણે દખમાનું નિર્માણ કર્યુ, જેને ટાવર ઓફ સાઇલેંસ પણ કહેવામાં આવે છે. કેમ કે તેમને શવને બાળવામાં કે દફનાવવામાં ન પડે.
12.દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ : ભારતમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા 182 મીટર ઊંચી છે. જે ભારતીય સ્વતંત્રતા આંદોલનના નેતા સરદાર વલ્લભભાઇ પટેલની છે. તેને એક એકતાની પ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવામાં આવી છે.
13.80 વર્ષથી ઉપવાસ : ભારતીય સાધુ પ્રહલાદ જાની 1940થી ભોજન અને પાણી વગર રહેવાનો દાવો કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, દેવી અંબા તેમને જીવવાની તાકાત આપે છે. જાનીના 2 પર્યવેક્ષીય અધ્યયન કરવામાં આવ્યુ છે. વર્ષ 2003માં એક અને વર્ષ 2010માં.
14.દુનિયાનું સૌથી અમીર હિંદુ મંદિર : કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભસ્વામી મંદિર માત્ર દેશનું જ નહિ પરંતુ દુનિયાનું સૌથી અમીર મંદિર છે. તે પૂજાનું અત્યાર સુધીનું સૌથી અમીર સ્થાન પણ છે.