અજબગજબ

બેડરૂમમાંથી આવતો હતો અજીબ અવાજ, 1 વર્ષ સુધી ડરતા રહ્યા જયારે ખબર પડી ત્યારે…

આપણે આપણા ઘરના રૂમમાં સુઈ રહ્યા હોઈએ અને કોઈ એવો એકઅવાજ આવે જે આપણને ડરાવી જાય ત્યારે કેવું થાય છે? એ રાત્રે તો આપણે કદાચ સુઈ જ ના શકીએ, પરંતુ એ આવાજ જો પછી રોજ આવવાનું થાય તો? આપણે કલ્પના પણ નથી કરી શકતા એ ડર વિશેની…

Image Source

આવી જ એક ઘટના સ્પેનના ગ્રેનેડામાં રહેવા વાળા એક દંપતી સાથે બની છે. જેના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો એમ પણ કહી રહ્યા છે કે “આ લોકો એક વર્ષ સુધી કેવી રીતે રહી શક્યા?”

Image Source

આ કપલ એક સમયે જયારે પોતાના બેડરૂમમાં સુઈ રહ્યું હતું ત્યારે અચાનક એક ડરામણો આવાજ સાંભળ્યો. “હમમમ…હમમમ….” એ રાત્રે તેમને પોતાના બેડરૂમ અને ઘરની આસપાસ તપાસ કરી પરંતુ કઈ હાથ ના લાગ્યું. પરંતુ આ અવાજ હવે રોજ આવવા લાગ્યા તેથી આ કપલ ડરવા પણ લાગ્યું હતું. તેમને બધે જ શોધખોળ કરી પરંતુ તેમને કાંઈજ હાથ ના લાગ્યું.

Image Source

દિવસો સાથે મહિના પણ વીતવા લાગ્યા પરંતુ તેમનો ડર અકબંધ રહ્યો અને અવાજ પાછળનું રહસ્ય પણ હજુ સુધી ખુલ્યું નહોતું. એક વર્ષ સુધી આ લોકો ડરમાં જીવતા રહ્યા પરંતુ તેમને માલુમ નહોતું કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે.

Image Source

છેલ્લે તેમને એક સલાહકારની મદદ લીધી. તેમને પણ ઘરમાં બધી જ તપાસ કરી પરંતુ કઈ હાથ લાગ્યું નહિ અંતે એ સલાહકારે દીવાલ તોડવાની સલાહ આપી.

Image Source

એક વર્ષથી આવતા અવાજ અને ડરથી છુટકારો મેળવવા માટે આ દંપતીએ દીવાલ તોડવાનું જ નક્કી રાખ્યું, પરંતુ જેવી દીવાલ તૂટી તેની સાથે જ સૌના હોશ ઉડી ગયા. સૌની આંખો ફાટી ગઈ. દીવાલ પાછળથી એવી વસ્તુ નીકળી જેને જોઈને સૌ કોઈ વિચારમાં જ રહી ગયા.

Image Source

દીવાલ તોડીને પાછળ જોયું ત્યારે તે દીવાલની પાછળ 80 હજાર મધમાખીઓની આખી સોસાયટી જ વસી ચૂકી હતી. જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં હતું.

Image Source

મધમાખી કરવા વાળી ટિમ આ દંપતીના ઘરે પહોંચી અને તેમને સફળતાથી આ મધમાખીઓનું સ્થળાંતર કરાવ્યું. આ ટીમના ઇન્ચાર્જે પણ કહ્યું કે “મારા જીવનમાં હું પહેલી વખત આવી ઘટના જોઈ રહ્યો છે.” આ મધમાખી બે વર્ષથી આ જગ્યા ઉપર હોવાનું માનવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી મધમાખીઓના આવતા આ અવાજના કારણે જ આ દંપતી ડરી રહ્યું હતું.

Image Source

આ ઘટનાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જોઈ શકો છો કે આ કેટલી ડરાવની ઘટના હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.