ભારતમાં જોવા મળ્યું એક એવું પ્રાણી જેને જોઈને લોકોના પણ હોંશ ઉડી ગયા, IFS અધિકારીએ વીડિયો શેર કરીને કહી આ વાત… જુઓ

લદ્દાખમાં જોવા મળ્યું એક એવું દુલર્ભ પ્રાણી કે જોઈને સૌ કોઈ હક્કાબક્કા રહી ગયા, વાયરલ થયો વીડિયો

દુનિયા ખુબ જ વિશાળ છે અને આ ધરતી પર ઘણા બધા જીવ રહે છે. ઘણીવાર કેટલાક એવા જીવો પણ જોવા મળી જતા હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. આવા જીવો ઘણા લોકોએ જીવનમાં પહેલી વાર જોયા હોય છે તો ઘણા એવા જીવો પણ હોય છે જેને આ ધરતી પર દુર્લભ માનવામાં આવે છે અને તેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જાય છે.

ત્યારે હાલ એવા જ એક દુર્લભ પ્રાણીનો વીડિયો IFS અધિકારી પ્રવીણ કાસવાને શેર કર્યો છે. આ સાથે તેમણે ટ્વિટર પર આ વીડિયો મૂકનાર વ્યક્તિનું નામ પણ ટેગ કર્યું છે. આ વિડિયો પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, “ભારતમાં જોવા મળતું એક સુંદર અને દુર્લભ પ્રાણી. તે લદ્દાખ ક્ષેત્રમાં જોવા મળ્યું હતું. ઘણા લોકોએ તેના વિશે સાંભળ્યું નહીં હોય. અનુમાન કરો કે આ શું છે?”

આ વિડિયો જોયા બાદ ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે ઘણા એવા હતા જેમણે આ પ્રાણીને બીજે ક્યાંકથી શોધી કાઢ્યું હતું અને પછી કોમેન્ટ બોક્સમાં સ્ક્રીનશોટ શેર કર્યો હતો. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં જણાવ્યું કે તે ઘણીવાર હિમાલયની રેન્જમાં જોવા મળે છે, કારણ કે તે માત્ર બરફીલા પહાડોમાં જ રહે છે.

45 સેકન્ડના વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ પ્રાણી પહાડી વિસ્તારમાં ફરે છે અને નજીકના કૂતરાઓ ભસવા લાગે છે. ભસતી વખતે, પ્રાણી જરા પણ ડર્યું નહીં અને ચુપચાપ તેની જગ્યાએ બેસી ગયું, જ્યારે કૂતરાઓ પાછળથી ભસતા રહ્યા. વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે તે હિમાલયન લિન્ક્સ છે, જે એશિયાના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તેવી જ રીતે અન્ય ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં આ માહિતી આપી હતી.

Niraj Patel