એવું તો શું થયુ કે રતન તાતાની આંખનો તારા બની ગયા આ 28 વર્ષના યુવક શાંતનુ નાયડુ
દેશના જાણિતા ઉદ્યોગપતિ રતન તાતા સાથે કામ કરવું એ એક મોટી ઉપલબ્ધિ કે સપનાથી ઓછું નથી. જો તમને રતન તાતા ફોન કરીને એમ કહે કે તુ મારો અસિસ્ટન્ટ બનીશ ? તે તમારી ખુશી તો સાતમા આસમાને પહોંચી જાયને..
આવું જ કંઇક મુંબઇના એક 28 વર્ષિય યુવક સાથે થયું છે. જેનાથી પ્રભાવિત થઇને રતન તાતાએ તેને ફોન કરીને કહ્યુ હતુ કે, મારો અસિસ્ટન્ટ બનીશ ?

દેશના જાણિતા બિઝનેસમેન અને ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન તાતા પોતાનું પર્સનલ રોકાણ જે સ્ટાર્ટ અપમાં કરે છે તેની પાછળ એક 28 વર્ષીય યુવકનું મગજ કામ કરે છે. તો આવો જાણીએ આ યુવક વિશે…

આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે. શાંતનુ ટાટાના ઓલા, પેટીએમ, સ્નેપડીલ જેવા 30થી વધુ સ્ટાર્ટઅપ્સના સંપૂર્ણ રોકાણનું સંચાલન કરે છે. તેમનું કામ રતન ટાટાને સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં સહાયની સાથે એક્ઝિક્યુટિવ અસિસ્ટેંસ આપવાનું છે.

રતન તાતા સાથે કામ કરી રહેલા શાંતનૂએ તેમની આ સફળતાની વાર્તા ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ બોમ્બે પર લખી છે. તે બાદ તે ચર્ચામાં છે.

શાંતનૂ જણાવે છે કે, રતન ટાટા સાથે તેની મુલાકાત 5 વર્ષ પહેલા 2014માં થઈ હતી. શાંતનૂએ જણાવ્યું, “પાંચ વર્ષ પહેલા રોડ પર કૂતરાની સતત મોત થઈ રહી હતી. આ વાતને લઈને હું ખૂબ દુઃખી હતો. ત્યારે મેં કૂતરાના ગળામાં રિફ્લેક્ટર લાગેલા કોલર્સ (ગળે બાંધવાના પટ્ટા) લગાવવાનું શરૂ કર્યું.
જેથી વાહનચાલકોને રોડ પર રહેલા કૂતરા દૂરથી જ દેખાઈ જાય.” શાંતનૂના આ કામની પ્રશંસા થઈ અને ટાટા ગ્રુપ ઓફ કંપનીઝના ‘ન્યૂઝલેટર’માં લેખ છપાયો.

પિતાના કહેવા પર શાંતનુએ એક દિવસ તાતાને એક પત્ર લખ્યો. પછી તેમને રતન તાતાને મળવાનો મોકો મળ્યો. શાંતનુ તેના પરિવારની પાંચમી પેઢી છે, જે તાતા જૂથમાં કાર્યરત છે. બેઠક દરમિયાન તાતાએ સ્ટ્રીટ ડોગ્સ પ્રોજેક્ટની મદદ અંગે પુછ્યું પરંતુ શાંતનુએ ના પાડી દીધી. રતન તાતાના રોકાણ બાદ મોટોપોઝનો વિસ્તાર દેશના 11 જુદા જુદા શહેરો સુધી પહોંચી ગયો. આ બહાને શાંતનુની તાતા સાથે સતત મુલાકાત થતી રહી.

એક દિવસ શાંતનૂએ રતન તાતાને કોર્નેલમાં એમબીએ કરવાની વાત કહી. કોર્નેલમાં એડમિશન મળી ગયું. એમબીએ દરમિયાન તેનું સંપૂર્ણ ધ્યાન ઉદ્યમિતા, નિવેશ, મવા સ્ટાર્ટઅફ સાથે સાથે ક્રેડિબલ સ્ટાર્ટઅપ્સની શોધ, બિઝનેસના સારા વિચારો અને મુખ્ય ઇન્ડસ્ટ્રી ટ્રેંડ્સ શોધવા પર હતું.
કોર્સ પૂરો કર્યા બાદ વર્ષ 2018માં ટાટા તરફથી ઓફિસ જોઇન કરવા માટે કહ્યું. શાંતનૂએ કહ્યુ કે, તેમની સાથે કામ કરવું એ સન્માનની વાત છે. આવી તક જીવનમાં એક જ વાર મળે છે. તેમની સાથે રહીને એક-એક મિનીટે કંઇક નવું શીખવા મળે છે.