અજબગજબ જીવનશૈલી પ્રેરણાત્મક

“આ દુનિયાની અંદર જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ છે”- ભાડે પુસ્તકો આપતા આ વ્યક્તિએ શીખવ્યો જીવનનો મોટો પાઠ

એક પુસ્તક આપણને ઘણું બધું શીખવી જાય છે, જો કે આજે યુગ બદલાયો છે અને લોકો સ્માર્ટફોન તરફ વળી ગયા છે,ત્યારે પુસ્તક કોઈના હાથની અંદર જોવું એ પણ એક સૌભાગ્યની વાત છે, એવું પણ કહેવાય છે કે પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે, ત્યારે જો જીવનમાં તમે પણ પુસ્તકોને જ સાચા મિત્રો માની લો તો જીવનની મોટી મોટી મુસીબતોનો સામનો પણ તમે ખુબ જ સરળતાથી કરી શકો છો.

Image Source

આવી જ એક રસપ્રદ કહાની છે મુંબઈના એક પુસ્તકો ભાડે આપતા વ્યક્તિની. તે વ્યક્તિ પુસ્તકોમાંથી જે શીખ્યો છે તે વાત તેને એક જ લાઈનમાં આખી દુનિયાને જણાવી દીધી. અને તેની આ એક જ લાઈન જિંદગીનો પાઠ બની ગયો. આ વ્યક્તિનું નામ છે રાકેશ. જેની મુંબઈના અંધેરી વિસ્તારમાં જુના પુસ્તકોની એક નાની દુકાન છે. જ્યાંથી તમે માત્ર 10 રૂપિયા ચૂકવી અને કોઈપણ પુસ્તક ભાડે લઇ અને વાંચી શકો છો.

જયારે આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે “આ કામમાંથી તમારું ગુજરાન કેવી રીતે ચાલે છે ?” તો રાકેશે આ વાતનો ઉત્તર આપતા જણાવ્યું કે: “આ દુનિયામાં લોકો પૈસા એટલા માટે કમાય છે કારણ કે તે પોતાના શોખ પુરા કરી શકે. મને વાંચવાનો શોખ છે. અને આ શોખ પૈસા ખર્ચ કર્યા વગર જ પૂર્ણ થઇ શકે છે. આ ઉપરાંત સામાન્ય જરૂરિયાત માટે પૈસા મળી રહી છે. અને હું સંતોષ માનું છું.”

એટલું જ નહિ, રાકેશનો ડાબો હાથ પણ નથી. જેના કારણે પણ તે ક્યારેય હતાશ કે નિરાશ નથી થતો. પરંતુ પુસ્તકોમાંથી શીખવાના જ પ્રયત્ન કરતો રહે છે. તેમના આ નાના એવા બુક સ્ટોલની અંદર તમને ઘણા પ્રકારના પુસ્તકો મળી રહેશે.

એક રિપોર્ટ પ્રમાણે લોકડાઉન દરમિયાન ઘણા લોકોએ રાકેશની મદદ કરવાની ઈચ્છા પણ દર્શાવી તે છતાં પણ રાકેશે મદદ લેવાથી ઇન્કાર કરી દીધો હતો. તેમની તસ્વીર અશ્વિન શરણ નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી હતી.

તો વિશ્વ આત્મહત્યા નિરોધ દિવસ ઉપર પણ રાકેશે કહ્યું હતું કે: “છેલ્લા 9 મહિનાથી આ દુનિયાની અંદર જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ છે. અને જીવતા રહેવાની સાથે સાથે પૈસા કમાવવાના પણ ઘણા સારા રસ્તાઓ છે, તમે કોઈ પણ વસ્તુમાં સફળ બની શકો છો.”