કહેવાય છે કે સુંદરતા જોવાવાળાની આંખોમાં હોય છે. જો કે અત્યારે સુંદરતાની વ્યાખ્યા જુદી જ છે, જેનું સુઘડ શરીર, સુડોળ કાયા, સુંદર ચહેરો અને બાહરી દેખાવ પરથી જ વ્યક્તિની સુંદરતા આંકવામાં આવે છે. કોઈ વ્યક્તિનો ચહેરો કેટલો પણ સારો કેમ ન હોય પણ જો તેનું શરીર સુઘડ ન હોય અને તેને સારા ફેશનેબલ કપડા ન પહેર્યા હોય તો આપણે તેને સુંદર નથી ગણતા.

પણ પહેલા એવું ન હતું. એક સમય હતો જયારે વ્યક્તિના જાડા હોવા પરથી તેની સુંદરતા આંકવામાં આવતી હતી. 19મી સદીમાં ઈરાનની રાજકુમારી જહરા ખાનમ તદજ એસ-સલ્ટાનેહની સુંદરતાના કિસ્સાઓ આજે પણ યાદ કરવામાં આવે છે. તેમની સુંદરતાએ સુંદરતાની બધી જ વ્યાખ્યાને બદલી નાખી હતી.
રાજકુમારીના ચહેરા પર ગાઢ આઈબ્રો અને લાંબી મૂંછો હતી. સાથે જ તે ઘણી જાડી પણ હતી. ભલે આજના સમયની સુંદરતા પ્રમાણે તે ખાસ આકર્ષક ન લગતી હોય, પણ એ સમયમાં આને જ સુંદરતા માનવામાં આવતી હતી.

રાજકુમારીની સુંદરતાના કેટલાય લોકો દીવાના હતા, તેમની પાછળ યુવાનોની લાઈન લાગેલી રહેતી હતી. અને એવું કહેવાય છે કે રાજકુમારીએ 13 લોકોને ઠુકરાવ્યા હતા જેથી એ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.
રાજકુમારીનો જન્મ તેહરાનમાં 1883માં થયો હતો. આ રાજકુમારીને સુંદરતાની દેવી માનવામાં આવતી હતી. તેનો પરિવાર અમીર હતો અને તે ખૂબ જ ગોરી હતી. તેના પરિવાર પાસે અઢળક સંપત્તિ હતી અને આ સિવાય, તે એ સમયની સૌથી શિક્ષિત મહિલાઓમાંથી એક હતી.

રાજકુમારી જેમ જેમ મોટી થઇ તો પુરુષો તેની તરફ આકર્ષિત થવા લાગ્યા. રાજકુમારીએ સપનેય વિચાર્યું નહીં હોય કે 145 પુરુષો લગ્ન કરવા માટે તેમનો હાથ માંગશે. જો કે કેટલાક પુરુસોએ આને વ્યક્તિગત લીધું અને રાજકુમારીના ઇન્કાર બાદ 13 પુરુષોએ આત્મહત્યા કરી લીધી હતી. આ પછી રાજકુમારીએ પોતાના પ્રેમી ફારસી રાજા નાસિર અલ-દિન શાહ કાજર સાથે લગ્ન કરી લીધા અને બે દીકરાઓ અને બે દીકરીઓને જન્મ આપ્યો. રાજાની ભલે 84 પત્નીઓ હતી પરંતુ જહરા તેમની સૌથી કરીબી માનવામાં આવતી.
આ રાજાને એક વખત એક વિદેશી વેપારીએ પૂછ્યું હતું કે અહીં વધુ વજનવાળી સ્ત્રીઓને જ સુંદર માનવા પાછળનું કારણ શું છે? આ સવાલના જવાબમાં રાજાએ કહ્યું હતું કે જયારે આપણે કસાઈ પાસે જઈએ છીએ ત્યારે આપણે હાડકાઓ ખરીદવાનું પસંદ કરીએ છીએ કે માંસ? આ રીતે તેમને પોતાના વિચારોને એ વેપારી સામે રાખ્યા હતા.

આ રાજાનું એવું માનવું હતું કે બાહ્ય સુંદરતાથી વધુ વ્યક્તિનું મન વધુ મહત્વ રાખતું હતું. જહરા સાથે પણ કઈંક એવું જ હતું. જહરા એક શિક્ષીત મહિલા હોવાની સાથે સાથે ચિત્રકલામાં પણ પારંગત હતી. તે મહિલાઓના અધિકાર માટે પણ લડી હતી અને ભવિષ્યની પેઢીઓ માટે રસ્તો તૈયાર કરી રહી હતી.
મહિલાઓને તેમનો હક અપાવવા માટે તેને ઘણો સંઘર્ષ કર્યો હતો. એ માટે જહરાએ સોસાયટી ઓફ વુમન ફ્રીડમ નામની એક સંસ્થાનું પણ નિર્માણ કર્યું હતું. ખૂબ જ સાહસિક અને સમજદાર જહરાની સુંદરતાના લોકો કાયલ હતા અને તેને જીવનસંગીની બનાવવાની ચાહ ધરાવતા હતા.

વર્ષ 1936માં જહરાનું નિધન થઇ ગયું પરંતુ તેમને સમાજ સામે સુંદરતાની વ્યાખ્યા બદલીને રાખી દીધી હતી. તેમની અદાઓ અને સાહસ પર લોકો પોતાનો જીવ પણ દાવ પર લગાવવા તૈયાર રહેતા હતા. તેમના એક સાહસિક પગલાઓમાંનું એકે પગલું હતું કે તેમને અદાલતમાં રહેતા પોતાનો હિજાબ ઉતારીને વેસ્ટર્ન કપડા પહેરવાનો નિર્ણય કર્યો હતો.
જહરા પોતાના અંતિમ શ્વાસ સુધી મહિલાઓના સમાન અધિકાર માટે લડતી રહી. ભલે બાહરી દેખાવથી તે સુંદર ન હતી પણ તે બીજા ઘણા પ્રકારે સુંદર હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.