લંડન જઈને સ્ટાઇલિસ્ટ બનવાનું સપનું જોતી મોરોક્કોની ઇસ્લામ મયતાત આતંકીઓની વિધવા બનીને રહી ગઈ છે. તેના બે બાળકો છે, અબ્દુલ્લાહ નામનો દીકરો અને મારિયા નામની દીકરી.
ઇસ્લામએ સૌથી પહેલા ખાલિદ અહેમદ નામના જે વ્યક્તિને અફઘાન બ્રિટિશ બિઝનેસમેન સમજીને લગ્ન કર્યા, પણ પછી તે IS આતંકી નીકળો. અહેમદે તેને લંડનમાં રહેવાના સપના દેખાડીને સીરિયા પહોંચાડી દીધી. સીરિયામાં અહેમદની મોત બાદ તેને એક પછી એક એમ ત્રણ લગ્ન કર્યા, જેમાં ત્રીજો પતિ ભારતીય મૂળનો IS આતંકી અબુ હતો. જોકે કેટલાક મહિનાઓમાં જ તેની પણ મોત થઇ ગઈ. ઇસ્લામએ નર્કની જેમ ત્રણ વર્ષ વિતાવ્યા હતા જેની આપવીતી તેને શેર કરી હતી.

ઇસ્લામની ખાલીદ અહેમદ નામના વ્યક્તિ સાથે સૌથી પહેલી ઓનલાઇન દોસ્તી થઇ હતી. ત્યાર પછી 2014માં પહેલીવાર મુલાકાત થઇ. પહેલી મુલાકાતના 2 મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. ઇસ્લામએ અહેમદ સાથે લગ્ન બાદ મોરોક્કો છોડ્યું અને દુબઇ પહોંચી.
પરંતુ તેને પછીથી જાણ થઇ કે અહેમદ એક સ્ટ્રિક્ટ, કંટ્રોલિંગ પતિ છે જે તેને મેકઅપ કરવા દેતો ન હતો કે ભપકા કપડા પહેરવાની પણ મનાઈ કરતો હતો. આ દરમ્યાન તે અહેમદના પરિવારને મળવા અફઘાનિસ્તાન પહોંચી. અહેમદના પરિવારને મળ્યા બાદ તે લંડન જઈને સ્ટાઇલિસ્ટ તરીકે કામ શરુ કરવા માટે આતુર હતી.

અહીંથી તે અહેમદના પરિવારને મળવા અફઘાનિસ્તાન પહોંચી. ઇસ્લામએ જણાવ્યા અનુસાર, “હું પોતાના પતિને મળ્યા બાદ યુરોપમાં ફેશન ડિઝાઇનિંગના અભ્યાસ માટે પ્રેરિત થઇ હતી. પરંતુ બધું જ ઊંધું થઇ ગયું.”
લગ્ન બાદ અહેમદ તેને એવું કહીને ટર્કી લઇ ગયો કે અહીંથી લંડન સેટલ થવાનું તેના માટે આસાન રહેશે, પણ જેવા તે ટર્કી પહોંચ્યા કે અહેમદ તેને સિરિયાની સરહદ નજીકના ટાઉનમાં લઇ ગયો. પછી ઓગસ્ટ 2014માં અહીંથી તે સીરિયા પહોંચી ગઈ. અહીં તે માનજીબ ટાઉનમાં સેટલ થઇ ગઈ. આ ટાઉનમાં અહેમદનો ભાઈ પહેલાથી જ તેના પરિવાર સાથે રહેતો હતો. આ સમય સુધીમાં ISISએ ઇરાક અને સીરિયામાં યુદ્ધનું એલાન કરી દીધું હતું.

ઇસ્લામએ પતિથી વિરોધ પણ દર્શાવ્યો અને પોતાનું જીવન બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો, પરંતુ તેની પાસે બચીને નીકળવાનો કોઈ જ રસ્તો ન હતો.
સપ્ટેમ્બર 2014માં ઇસ્લામ ગર્ભવતી હતી ત્યારે અહેમદે આઈએસની ટ્રેનિંગ માટે કોબાની જવું પડ્યું. આ જ દરમ્યાન ઓક્ટોબર 2014માં અહેમદની મોત થઇ ગઈ. થોડા દિવસો બાદ અહેમદના ભાઈ અને માતાનું પણ યુદ્ધમાં મૃત્યુ થયું. આ પછી તે ખૂબ જ આઘાતમાં સારી પડી. હવે તે અજાણી ધરતી પર અજાણ્યા લોકો વચ્ચે એકલી જ હતી.
એકલી અને ગર્ભવતી હોવાના કારણે તેને જેહાદીઓની વિધવાઓના ગેસ્ટ હાઉસ જવું પડ્યું. વિધવાઓના ગેસ્ટ હાઉસમાં મોટેભાગે ઉઝબેક અને રશિયાની મહિલાઓ હતી. અહીં તેના માટે વાતચીત કરવાનું પણ આસાન ન હતું, જેથી તેને અરબી બોલવાવાળાઓ વચ્ચે શિફ્ટ કરવામાં આવી. એ પોતાના પહેલા બાળક અબ્દુલ્લાહને જન્મ આપ્યો ત્યાં સુધી અહીં જ રહી.

પોતાની સુરક્ષા માટે તેને ફરીથી અફઘાની અબુ અબ્દુલ્લાહ સાથે લગ્ન કર્યા. એ પણ આઈએસ આતંકી હતો. લગ્ન બાદ અબ્દુલ્લાહ તેને રક્કા લઇ ગયા. ત્યાં પણ તે પોતાનું જીવન જીવી શકતી ન હતી. તેનો બીજો પતિ પણ તેને ઘરની બહાર નીકળવા દેતો ન હતો. જેથી તેને પતિ પસાઈથી તલાક માંગ્યા, જોકે કેટલાક સમય બાદ જ તેને ઇસ્લામને તલાક આપી દીધા.
ત્યાર પછી ભારતના આઈએસ આતંકી અબુ તલહા અલ હિન્દી સાથે જબરદસ્તી ત્રીજા લગ્ન કરવા પડયા હતા. પરંતુ લગ્નના 18 મહિના બાદ અબુ પણ અમેરિકાની કોલોએશન ફોર્સના હુમલામાં માર્યો ગયો. આ દરમ્યાન જ તેની દીકરી મારિયાનો જન્મ થયો.

ત્રીજા પતિની મોત બાદ ઇસ્લામ એક યઝદી મહિલાના સંપર્કમાં આવી. તેની મદદથી તે કોઈ રીતે આઇએસના કબજામાંથી ભાગી નીકળી. જો કે તે પોતાના અને બાળકના ભવિષ્ય માટે હજુ પણ ડરેલી છે. એને કહ્યું કે ‘હજુ પણ મને નથી ખબર કે હું મારા જીવન સાથે શું કરું. મને આશા છે કે એક દિવસ તો હું મારા બંને બાળકો સાથે મોરોક્કો જઈશ, પણ મને નથી ખબર કે ત્યાં મારુ ભવિષ્ય છે કે નહિ.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks