ખબર

ધાર્મિક લાગણીને દુભાવે તે પ્રકારના દેવી-દેવતાઓના તસવીરો વાળા ફટાકડા ના વેચવા માટે કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમે તેમ બજારો પણ ખરીદી માટે ઉભરાઈ રહ્યા છે. ત્યારે દિવાળી ઉપર બજારની અંદર ફટાકડા પણ આગવી રોનક લાવતા હોય છે.

Image Source

બજારની અંદર અલગ અલગ પ્રકારના અને અલગ અલગ બ્રાન્ડના ફટાકડા જોવા મળે છે. ત્યારે ઘણા ફટાકડા ઉપર દેવી દેવતાઓના નામ પણ જોવા મળે છે. હનુમાન બોમ્બ, લક્ષ્મી બોમ્બ તથા અન્ય દેવી દેવતાઓના નામ અને તસવીરો વાળા ફટાકડા બજારમાં વેચાણ થાય છે.

Image Source

ફટાકડાઓ ઉપર દેવી દેવતાના નામને લઈને હિન્દૂ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં વલસાડની અંદર દેવી-દેવતાની પ્રતિમા વાળા ફટાકડાનું વેચાણ કરવા ઉપર પ્રતિબંધ રાખવા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે.

Image Source

વલસાડ ખાતેના હિન્દુ યુવા વાહિની, અગ્નિ વીર ગૌ સેવા દળ તેમજ હિન્દુ સંગઠનોએ સાથે મળીને વલસાડ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી હિન્દુ દેવી દેવતાઓના તસવીરો વાળા ફટાકડાઓનું વેચાણ બંધ કરાવવા માટેની વિનંતી કરી હતી. આવી તસવીરો વાળા ફટાકડા વેચવાથી હિન્દુઓની લાગણી દુભાઇ રહી છે તેમ તેમને આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Image Source

વધુમાં હિન્દુ સંગઠનનાં આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે: “જો હિન્દુ દેવી દેવતાઓની તસવીરો વાળા ફટાકડાઓનું વેચાણ બંધ નહિ કરવામાં આવે તો “ધારા ૨૯૬- એ” અંતર્ગત જે તે ફટાકડાના દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે.”