આજે ઓનલાઇન સટ્ટો રમવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધતા જોવા મળે છે. જેમાં ઘણા લોકો લાખો રૂપિયા પણ હારી જાય છે. એવો જ એક પુડુચેરીમાં વ્યક્તિએ ઓનલાઇન જુગારમાં લાખો રૂપિયા હાર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા મરનાર વ્યક્તિ વિજય કુમારે એક ઓડિયો કલીપ પણ રેકોર્ડ કરી હતી જેની અંદર લોકોને ઓનલાઇન ગેમિંગ અને જુગારના આદી ના બનવાની સલાહ આપી હતી.

વિજય કુમાર એક બાળકના પિતા પણ છે અને તે પુડુચેરીમાં મોબાઈલની દુકાન ચલાવે છે. તે કથિત રીતે પોતાના વ્યવસાયની અંદર સફળ હતો તે દરમિયાન જ તેના મિત્રોએ તેને ઓનલાઇન ગેમિંગ એપ વિશે જણાવ્યું અને ત્યારબાદ તે તેનો આદી બની ગયો.
આ ગેમની અંદર તે ત્રણ અલગ અલગ આઈડી દ્વારા 25 લાખ રૂપિયાથી પણ વધારે રકમ હારી ગયો. હારથી હતાશ થયેલા વિજય કુમારે પોતાનો ઓડિયો રેકોર્ડ કર્યો અને ત્યારબાદ તેને મૃત્યુને ગળે લગાવી લીધું.

વિજય કુમારે કહ્યું હતું કે: “મેં ત્રણ આઈડીનો ઉપયોગ કર્યો અને લગભગ 25-30 લાખ રૂપિયાનું નુકશાન કર્યું છે. હું દિવસ રાત રમી રહ્યો હતો અને મારુ સ્વાસ્થ્ય પણ ખરાબ કરી લીધું હતું. 3000 રૂપિયા જીત્યા બાદ મને આ રમતની લત લાગી ગઈ અને તે દરમિયાન 2 લાખ રૂપિયાનું નુકશાન પણ થયું. જુગારની રમત પાછળની રીત-ભાત જાણ્યા પછી પણ મારે રમવું પડ્યું, કારણ કે રમતમાંથી બહાર જવાનો કોઈ રસ્તો નહોતો.”

આત્મહત્યા કરતા પહેલા વિજય કુમારે પોતાની પત્નીને તે ઓડિયો સંદેશ લોકોની વચ્ચે શેર કરવાની અપીલ કરી છે, જેના કારણે લોકો ઓનલાઇન જુગારનો પ્રભાવ જાણી શકે. તે એ પણ કહે છે કે આવી રમતો વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા માટે એક અભિયાન પણ ચલાવવું જોઈએ.

વિજય કુમારના લાપતા થયા બાદ તેના પરિવારે તેના ગુમ થવાનો રિપોર્ટ પણ લખાવ્યો હતો. ત્યારબાદ કોરકાડૂ પોલીસ દ્વારા એક તપાસ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ પોલીસની રવિવારે તેનું શબ મળી આવ્યું. મિત્રો જો તમે પણ કોઈ ઓનલાઇન જુગાર કે અન્ય ઓનલાઇન એપથી જુગાર જેવી રમત રમી રહ્યા હોય તો તમારે પણ સાવચેત રહેવું. આ પણ એક વ્યશન જેવું જ છે જેની લત્ત ક્યારે લાગે એ ખ્યાલ જ નહિ રહે.