સુરતમાં DJ બંધ કરાવવા ગયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો કરી હુમલો કર્યો, પોલીસે ભાગવું પડ્યું

પબ્લિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની ઘણી ખબર અવાર નવાર સામે આવતી હોય છે, જેમાં ઘણીવાર પોલીસ લોકોને ડંડાથી ફટકારતી હોય છે તો ઘણીવાર લોકોના ટોળા જોઈને પોલીસને પણ ભાગવું પડે છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસને પણ ભાગવું પાડ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ઉધના વિસ્તારની અંદર ગણપતિની સ્થાપના દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા શ્રીજીની પ્રતિમા લાવવામાં આવી હતી. આ પ્રતિમા લાવતા સોસાયટીના રહીશો દ્વારા ડીજે વગાડવામાં આવી રહ્યું હતું, મોડી રાત્રે ડીજે વાગતા પોલીસ ડીજે બંધ કરાવવા માટે આવી હતી.

આ દરમિયાન સોસાયટીના રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. જેના બાદ સ્થાનિક લોકોએ પોલીસવાન ઉપર જ પથ્થર મારો શરૂ કર્યો હતો અને પોલીસ પણ પીસીઆર વાન લઈને ભાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ કોઈએ બનાવી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

તો બીજી તરફ પોલીસ દ્વારા આવી કોઈ ઘટના બની ના હોવાનું અને આ મામલે કોઈ ફરિયાદ પણ ના થઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ સોસાયટીના નાગરિકો દ્વારા એવો પણ આક્ષેપ મુકવામાં આવ્યો છે પોલીસનો ડંડો શ્રીજીની પ્રતિમાને અડી જતા આ સમગ્ર મામલો ગરમાયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર ઉઘના પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એસ. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીના સોસાયટીના રહીશો શ્રીજીની પ્રતિમા લાવતી વખતે તેમના પરિવાર સાથે ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે બાજુની સોસાયટીના યુવાનો પણ તેમની સાથે ડાન્સ કરવા લાગ્યા જેના કારણે અંદરોઅંદર તકરાર થઇ ગઈ હતી. જેના બાદ કન્ટ્રોલ રૂમમાં આ ઘટના અંગે ફોન આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

જયારે પોલીસને આ મામલે માહિતી મળી ત્યારે તે સોસાયટીમાં પહોંચી હતી અનેરાત્રે મોડા સુધી ડીજે ચાલતા ડીજે બંધ કરાવવા માટે પોલીસ ગઈ હતી. તેમને જણાવ્યું કે આના સિવાય બીજી કોઈ ઘટના બની નથી અને કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. પરંતુ હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો કેવી રીતે પોલીસની પીસીઆર વાનને પથ્થર મારી ભગાડી રહ્યા છે.

Niraj Patel