જાણવા જેવું ધાર્મિક-દુનિયા

આ હનુમાનજીએ અપાવી Appleના સ્ટીવ જોબ્સ, ફેસબુકના માર્કને સફળતાઃ વાંચો આ ચમત્કારિક મંદિરનો ઇતિહાસ

ભારત દેશ એક ધાર્મિક દેશ છે, ભારતના અલગ અલગ રાજ્યોના લોકો કોઈને કોઈ ધર્મમાં તો માનતા જ હોય છે. ભારતમાં ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં દર્શન માત્રથી જ ધારેલા કામ પર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના જ નહીં વિદેશના લોકોને પણ ભારતના મંદિરોમાં શ્રદ્ધા છે, વળી ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પણ ભારતના આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે.

Image Source

27 ડિસેમ્બર 2015માં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેસબુકના મુખ્ય કાર્યાલયની મુલાકાતે ગયા ત્યારે મોદીજી સાથે વાતચીત દરમિયાન ઝુકરબર્ગે કહ્યું કે “હું એક સમયે ફેસબુક વેચ કે ના વેચું એ માટે થોડો મૂંઝાયેલો હતો ત્યારે એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સે મને ભારતના એક મંદિરમાં જવાની સલાહ આપી.” ત્યાંથી જ માર્ક ઝુકરબર્ગને નવું મિશન મળ્યું હતું તે એક મહિના સુધી ભારતમાં રોકાયા અને એ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી.

Image Source

સ્ટીવ જોબ્સે જણાવેલું મંદિર ભારતમાં આવેલું ઉત્તરાખંડમાં નૈનિતાલ પાસે કૈંચી સ્થિત નીમ કરૌલી બાબાનું મંદિર છે. આ મંદિર ભારતમાં જ નહિ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભારતના જ નહિ ઘણા વિદેશીઓ પણ આ મંદિરના દર્સશન માટે આવતા હોય છે અને ત્યાં સ્થિત આશ્રમમાં રોકાતા પણ હોય છે.

Image Source

નીમ કરૌલી બાબાને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવા માત્રથી જ ઘણી તકલીફોનો અંત આવે છે. આ મંદિર સાથે ઘણી ચમત્કારિક કથાઓ પણ જોડાયેલી છે. એક સમયે મંદિરમાં ભંડારો હતો અને જમણવારમાં ઘી ખૂટતા બાબાએ પાસે વહેતી નદીમાંથી પાણીના ડબ્બા ભરી લાવવા કહ્યું અને એ પાણી પરસાળમાં નાખતા ઘીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બાબાના આ ચમત્કારથી લોકો નટ મસ્તક થઈ ગયા હતા.

Image Source

1962માં નીમ કરૌલી બાબા દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અમેરિકાના એક ભક્તે પોતાના પુસ્તકમાં આ મંદિર  વિષે અને બાબા વિષે લખ્યું હતું જેના કારણે પશ્ચિમી દેશોના લોકો પણ બાબાના દર્શન માટે આવતા ગયા. 1973માં નીમ કરૌલી બાબાનું નિધન થઇ ગયું પરંતુ અત્યારે પણ આ મંદિરમાં ઘણા જ વિદેશીઓ દર્શન માટે આવે છે અને આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે થોડા દિવસ આશ્રમમાં પણ રોકાય છે.

Image Source

1974માં એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ આધ્યાત્મિક શાંતિની શોધમાં ભારત નીમ કરૌલી બાબાને મળવા માટે આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ બાબાનું નિધન થયું હોવાના સમાચાર સાંભળી તે હતાશ થયા હતા. છતાં પણ તે થોડા દિવસ સુધી આશ્રમમાં રોકાયા હતાં। ત્યાં તેમને સાચી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો અને પોતાના દેશમાં જઈ કંઈક નવું સાહસ કરવા વિષે વિચાર્યું.

Image Source

નીમ કરૌલી બાબા ના ભક્તોમાં માર્ક ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સ ઉપરાંત હોલીવુડ સ્ટાર જુલિયા રોબર્ટ્સ, સૌથી લોકપ્રિય પુસ્તક “ઈમોશન ઇન્ટેલિજેન્સ” ના લેખક ડેનિયલ ગોલમેન, પૂર્વ રાષ્ટ્રપતિ બી.વી. ગિરી, બિરલા ગ્રુપના જુગલ કિશોર અને પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પણ હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.