અજબગજબ જાણવા જેવું

સ્ટીફન હોકિન્સના મૃત્યુ પછી એમના છેલ્લા પુસ્તકમાંથી ખુલ્યું રહસ્ય, પૃથ્વી વિનાશ તરફ જઈ રહી છે? વાંચો રસપ્રદ લેખ

ઈંગ્લેન્ડમાં જન્મેલા સ્ટીફન હોકીંગ વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિક અને એક પ્રસિદ્ધ ખગોળ ભૌતિકવિદ હતા. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી વહીલ ચેર પર રહયા હતા. 21 વર્ષની ઉંમરે જ ડોકટરોએ તેમને કહી દીધું હતું કે તેમને મોટર ન્યુરોન નામની અસાધ્ય બીમારી છે.

Image Source

સ્ટીફન હોકીંગે પોતાના રિસર્ચમાં સૌથી વધુ સમય બ્લેકહોલ અને સ્પેસટાઈમના સિદ્ધાંતો પર શોધમાં વિતાવ્યો હતો. આ વિષય પર તેઓએ ઘણા રિસર્ચ પેપર પણ પબ્લિશ કર્યા હતા. તેમની સૌથી પ્રસિદ્ધ શોધ એ હતી કે જેમાં તેમને સાબિત કર્યું હતું કે બ્લેક હોલથી પણ કેટલાક પ્રમાણમાં રેડિએશન નીકળે છે, જેને હોકીંગ રેડિએશન કહેવાયું. વર્ષ ૧૯૯૮માં તેમનું પુસ્તક A brief History of Time પ્રકાશિત થઇ, જેમાં તેઓએ બિગ બેંગ થિયરી અને બ્લેકહોલ વિશે લખ્યું હતું.

સ્ટીફન હોકીંગ ભૌતિક વિજ્ઞાનના ઘણા અલગ-અલગ પરંતુ સમાન રૂપથી મૂળભૂત ક્ષેત્ર જેમ કે ગુરુત્વાકર્ષણ, બ્રહ્માંડ, ક્વોન્ટમ થિયરી, વગેરે એક સાથે લાવ્યા હતા. તેમના પ્રેરણાત્મક જીવન પરથી વર્ષ 2014માં એક ફિલ્મ પણ બની હતી. જેનું નામ હતું, ધ થિયરી ઓફ એવરીથીંગ. તેઓ વર્ષ 2018માં મૃત્યુ પામ્યા.

Image Source

દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિકના મૃત્યુ પછી તેના એક પુસ્તકે વિજ્ઞાનની દુનિયાને હલાવીને રાખી દીધી છે. ‘બ્રીફ આન્સર્સ ટુ દ બિગ કવેશ્ચન્સ’ નામના આ પુસ્તકમાં ધરતી અને તેના પર આપણા જીવન સાથે જોડાયેલા ઘણા જરૂરી પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે. તેમાં ઘણી ભવિષ્યવાણી અને દાવા કરેલા છે જેના આગળ જઈને સાચા થવાની સંભાવના લખવામાં આવેલી છે. પણ દરેક વૈજ્ઞાનિકને સ્ટીફન હોકીંગની એક ભવિષ્યવાણીએ ડરાવી દીધા છે, જેમાં ધરતીના વિનાશ વિશે લખવામાં આવ્યું છે.

સ્ટીફન હોકીંગે ભયંકર જલવાયુ પરિવર્તનથી લઈને એલિયનના આક્રમણ થવા પર ઘણી વાતો કહી છે. જે આગળ ચાલતા હકીકતમાં ફેરવાઈ શકે તેમ છે. તેમાં સૌથી વધુ ચિંતાજનક વાત છે ધરતીના વિનાશને લઈને. સ્ટીફનનો દાવો છે કે કોઈ અંતરિક્ષ દુર્ઘટના આખી પૃથ્વીનો વિનાશ કરી શકે છે અને આપણે તેને ગંભીરતાથી લેવું જોઈએ.

Image Source

તેઓએ લખ્યું કે, “અંતરિક્ષ જેટલું શાંત દેખાય છે તેટલું હકીકતમાં નથી. ત્યાં ભારે ઉથલ પુથલ મચેલી છે. કોસ્મિક કિરણ ક્ષણ વારમાં જ કોઈપણ ગ્રહને બરબાદ કરી નાખવાની તાકાત ધરાવે છે. આ સિવાય ઘણા શહેરોની બરાબર ઉલ્કાપિંડો હજારો કિમિ પ્રતિ સેકન્ડની રફ્તારથી જ્યા-ત્યાં ભાગે છે. જો આવી જ કોઈ તાકાતનો પૃથ્વીએ સામનો કરવો પડે, તો આપણો વિનાશ નક્કી છે.”

સ્ટીફને કહ્યું કે, “6.6 કરોડ વર્ષ પહેલા આવું જ કઈક થયું હતું, જેનાથી પૃથ્વી પર બધું જ નષ્ટ થઇ ગયું હતું. એવું જ કંઈક ફરીથી બનવાનું છે અને તે બનીને જ રહેશે. આ કોઈ વિજ્ઞાનની કલ્પના નથી પણ તે ફિઝિક્સ લો પર આધારિત છે.”

Image Source

તેની પહેલા કર્યો હતો આ ખુલાસો:

સ્ટીફને તેની પહેલા પણ એક ભવિષ્યવાણી કરતા લખ્યું કે જેનેટિક એડિટિંગની ટેક્નિક સુપરહ્યુમનની એક નવી જાતિને જન્મ આપશે. લોકો પોતાના જીવનમાં એડિટિંગ કરીને કોઈ ખાસ ગુણને મેળવી શકશે. બની શકે કે તેઓ કોઈ ખરાબીને છોડી શકશે, કે પછી કોઈ પારિવારિક બીમારીને ખતમ કરી શકશે. તેના દ્વારા થનારી નવી પ્રજાતિ, એક એવી પ્રજાતિ હશે જે પોતાને વધુ બેસ્ટ રીતે ડિઝાઇન કરવામાં સક્ષમ હશે. પણ પોતાને બેસ્ટ બનાવાની હોડ વિનાશકારી પણ સાબિત થઇ શકે છે.

Image Source

જલ્દી જ બીજા ગ્રહો પર જઈને વસવું પડશે:

દુનિયાના આ સૌથી મહાન વૈજ્ઞાનિકનું માનવું હતું કે વ્યક્તિએ વધુ સમય સુધી આ દુનિયામાં બની રહેવા માટે જરૂરી છે કે તેઓ બીજા ગ્રહો અને અંતરિક્ષની બહાર જઈને વસવાટ કરે. તેમણે લખ્યું કે, “હું એ વાતને પૂર્ણ રીતે માનું છું કે આપણે એક દિવસ આ ધરતીને જરૂર છોડવી પડશે, અને નવી જગ્યા શોધવી પડશે. તે માને છે કે આવું એટલા માટે કેમ કે ધરતીના નેચરલ રિસોર્સ તેની જનસંખ્યા માટે જલ્દી જ ખુબ જ ઓછા સાબિત થશે.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks