રાજકોટમાં સાવકા પિતાએ અઢી વર્ષની દીકરીને આપ્યુ દર્દનાક મોત, લગ્ન જીવનમાં બાધા અને પેટનો ખાડો પૂરી ન શકતાં બાળકીને ઉતારી મોતને ઘાટ

રાજકોટમાં પાપી પિતા દીકરીની હત્યા બાદ છાતીએ વળગાળી લાશ ફેંકવા નીકળ્યો, વાળ પકડ્યા, ગળું દબાવ્યા અને પથી દીવાલ સાથે અથડાવી ઉતારી મોતને ઘાટ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર કેટલાક સંબંધો પણ તાર-તાર થતા હોય છે. હાલમાં રાજકોટમાંથી એક પિતા દ્વારા દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે. રાજરોટની ભાગોળે કોઠારિયા રોડ પર રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકીની માતા કારખાનામાં કામ કરે છે અને તેણે તેની માતા પાસે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી. જેને લઇને બાળકીના સાવકા પિતાએ દીકરીને લગ્નજીવનમાં નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ હોવાથી ફડાકા માર્યા

અને તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો પણ બાળકી રડવા લાગતાં સાવકા પિતાએ તો તેના વાળ પકડી ગળું દબાવ્યુ અને પછી દીવાલ સાથે અથડાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. જે બાદ તે દીકરીનો મૃતદેહ ગળે લગાડી ઝાડીમાં ફેંકી આવ્યો. જોકે, જ્યારે તે મૃતદેહ ફેંકવા જઇ રહ્યો હતો ત્યારના દૃશ્યો સીસીટીવીમાં કેદ થઇ જતા રાક્ષસ પિતા પકડાઇ ગયો હતો. ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી અમિત ગોરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. તેણે દીકરીની હત્યા કર્યા બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાનમાલિકને કહ્યુ હતુ.

જો કે, તે પકડાઇ જવાના ડરથી ભાગી ગયો હતો પણ પોલિસે તેને વતન ભાગે એ પહેલા ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યુ છે કે અમિત અને તેની પત્નીના આ બીજા લગ્ન હતા. ભવિષ્યમાં થનાર બાળક અને તેમનું ભરણપોષણ ન કરી શકવાને કારણે આ ઉપરાંત તે બાળકી પોતાની ન હોવાને કારણે તેણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. બાળકી તેની પોતાની ન હોવાથી આરોપીને તેના પ્રત્યે સંવેદના અને લાગણી નહોતી. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી.

જેને લઇને બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે, 6 જાન્યુઆરીના રોજ અમિત તેની સાવકી દીકરીને લઈ ઘરેથી નીકળ્યો અને પછી જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેણે કહ્યુ કે અનન્યાને કોઈ ફોર વ્હીલર ચાલકે અડફેટે લીધી અને જેના માટે તે તેને દવાખાને સારવાર હેઠળ લઈ ગયો હતો. ત્યારબાદ 8 જાન્યુઆરી સુધી બાળકીની તપાસ કરતા તે ન મળી આવતા બાળકીની માતાએ આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત આરોપીની શોધખોળ કરવામાં આવી અને ત્યારે પોલિસને બાતમી મળી કે આરોપી પોતાના વતન ભાગી જવાની તૈયારીમાં છે, તે ગાંધીનગર પહોંચી ચૂક્યો છે. જો કે, આરોપી વતનમાં નાસી જાય તે પહેલા જ એલસીબીની ટીમ દ્વારા તેને ગાંધીનગરથી ઝડપી લેવામાં આવ્યો હતો.

Shah Jina