ખબર જાણવા જેવું

કોરોનાની સારવાર માટેનો દેશી ઈલાજ નાસથી વધારી રહ્યો છે ખતરો, ડોકટર્સે આપી ચેતવણી

બાફ લેતા હોવ તો ચેતી જજો ! થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ- વિદેશીઓએ કર્યો ધડાકો

ભારતમાં કોરોના સંક્રમણને કારણે હાલત થોડી ખરાબ થઇ રહી છે. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. તેવામાં કોરોનાના લક્ષણોમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. કોરોનાના આ કાળમાં ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે અને પોતાને કોરોના સંક્રમણથી બચાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી જ એક છે સ્ટીમ ઇનહેલેશન એટલે કે બાફ લેવો.

તમનેે જાણીને આશ્ચર્ય થશે કેસ્ટીમ ઇનહેલેશનની પણ સાઇડ ઇફેક્ટ છે. તેને લઇને “યુનિસેફ ઇન્ડિયા”એ તેના ટ્વીટર હેંડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલ જવાબ તમને હેરાન કરી દેશે.

યુનિસેફ સાઉથ એશિયાના રીઝનલ એડવાઇઝર અને ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રેટરે આ વીડિયોમાં જણાવ્યુ છે કે, કોઇ એવી સાબિતી નથી કે સ્ટીમ કોરોના વાઇરસને ખત્મ કરી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવાર માટે સ્ટીમ લેવાનુ સૂચન કરતુ નથી.

શરદી-ઉધરસ થવા પર લોકો તરત જ ગરમ પાણીનો બાફ એટલે કે સ્ટીમ લે છે. પરંતુ કેટલીક વાર સ્ટીમ લેવાથી તેની સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. જો તમે રોજ સ્ટીમ લો છો તો ગળુ અને ફેફસા વચ્ચેની નળીમાં જે ટ્રેકિયા અને ફેરિંક્સ હોય છે તે બળી પણ શકે છે. તે ગંભીર રૂપથી ડેમેેજ પણ થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે, નળીના ડેમેજ થવાને કારણે માણસને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ શકે છે. એટલું જ નહિ, વાયરસ પણ ઘણી સરળતાથી શરીરમાં દાખલ થઇ શકે છે. સ્ટીમ લેવાની આ સાઇડ ઇફેક્ટ જાણ્યા વિના તેનો ઉપયોગ કરનારને સાવધાન કરવા માટે “યુનિસેફ ઇંડિયા”એ આ જાણકારી આપી છે.