લો બોલો.. અમદાવાદમાં છેલ્લા 8 મહિનાથી મહિલાના અન્ડરગાર્મેન્ટ્સની થઇ રહી હતી, ચોરીનો પર્દાફાશ કરવા મોબાઈલ સંતાડીને વીડિયો ઉતાર્યો, જોયો તો રહી ગઈ હેરાન

મહિલાના અન્ડરગાર્મેન્સ્ટ ચોરી કરવાના  લીધે થઇ ગયો મોટો ઝઘડો, 10 લોકો થયા ઘાયલ, સમગ્ર મામલો જાણીને તો હોશ ઉડી જશે…

Stealing women’s undergarments dhandhuka:  ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત કિશોરીઓ સાથે છેડછાડ અને દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઉપરાંત ઘણા ચોરીના મામલાઓ પણ સામે આવતા હોય છે, પરંતુ હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને દેશભરમાં ચકચારી મચાવી દીધી છે. અમદાવાદના ધંધુકામાં એક મહિલાના અન્ડરગાર્મેન્ટ્સની છેલ્લા 8 મહિનાથી ચોરી થઇ હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ઘટના સામે આવી ચેહ ધંધુકાના પચ્છમ ગામમાંથી જ્યાં એક 30 વર્ષીય મહિલા છેલ્લા 8 મહિનાથી કપડાં સૂકવવાની દોરી પર પોતાના અન્ડરગાર્મેન્ટ્સ પણ સૂકવતી હતી, ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સની રોજ ચોરી થઇ જતી હતી, આ ચોરીની શંકા તેના પાડોશમાં જ રહેતા એક 31 વર્ષીય વ્યક્તિ પર હતી, પરંતુ તેની પાસે આ ચોરી એ પાડોશી જ કરે છે તેના વિશેનો કોઈ પુરાવો નહોતો.

આખરે મહિલા અન્ડરગાર્મેન્ટ્સ ચોરી રહેલા આ યુવકની ચોરીનો પર્દાફાશ કરવાનો એક પ્લાન બનાવ્યો. તેને મોબાઈલ એવી જગ્યાએ છુપાવ્યો જેના કારણે ચોરીની ઘટના કેમેરામાં કેદ થઇ જાય. મહિલાએ પોતાનાં અન્ડરગાર્મેન્ટ્સ સુકવ્યા અને પછી છુપાઈ ગઈ, જયારે ચોર તેને ચોરવા માટે આવ્યો ત્યારે મોબાઈલમાં આખી ઘટના કેદ થઇ ગઈ. તેના ગયા બાદ મહિલાએ મોબાઈલ લીધો અને જોયું તો પાડોશી પરની શંકા સાચી પડી.

જેના બાદ મહિલા પાડોશીને આ બાબતે ઠપકો આપવા માટે ગઈ ત્યારે પાડોશીએ તેની છેડતી કરી અને માર પણ માર્યો, માર મારવાના કારણે મહિલાએ બૂમો પાડવાનું શરૂ કરતા જ મહિલાના પરિવારજનો પણ લાકડીઓ સાથે દોડી આવ્યા હતા અને પાડોશી તેમજ તેના સંબંધીઓને પણ માર માર્યો, સામે પાડોશીઓએ પણ મહિલાના પરિવારજનોને માર માર્યો હતો.

બંને જૂથ વચ્ચેન ઓઆ ઝઘડો એટલો બધો વધી ગયો કે 10 જેટલા લોકોને આ ઝઘડામાં ઈજ થઇ હતી, આ મામલે પોલીસ કેસ પણ થયો અને 20 લોકોની ધપરકડ પણ કરવામાં આવી છે, સાથે જ મહિલા દ્વારા એક પાડોશી યુવક પર છેડતી અને માર મારવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel