૧૧મુ ભણતી દિવ્યા આત્મહત્યા કરતા પહેલા કયું, મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે, પપ્પા એક એક આંસુનો બદલો લઈશ, જાણો અંદરની મેટર
ગુજરાત સહિત દેશભરમાં અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે. જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, વ્યાજખોરોનો ત્રાસ સહિત અનેક કારણો સામેલ હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયમાં વિદ્યાર્થીઓના પણ આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. હાલમાં પણ ધોરાજીમાંથી એક વિદ્યાર્થીનીના આપઘાતના કિસ્સો સામે આવ્યો છે. રોયલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનીની ઓળખ દિવ્યા રમેશભાઈ ડોડિયા તરીકે થઇ છે.
દિવ્યાએ 11 માર્ચના રોજ મોડી રાત્રે હોસ્ટેલના 318 નંબરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. પોલિસને દિવ્યાએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ મળી છે. દિવ્યાની સુસાઇડ નોટ અક્ષરશ: પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ. પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી.
બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બંનેનો પ્રેમ આપ્યો. સોરી દાદી મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ. જણાવી દઇએ કે, દિવ્યાનો પરિવાર કુતિયાણાનો વતની છે. કુતિયાણાથી ધોરાજી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવેલી દિવ્યા સ્કૂલની જ હોસ્ટેલમાં રહેતી હતી.
દિવ્યાના પિતા BSFના જવાન રહી ચૂક્યા છે અને દીકરીના આપઘાતની ખબરથી તેઓ પણ રાતે જ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. દિવ્યાએ સુસાઇડ નોટમાં તેના પિતાને જવાબદાર કેમ ગણાવ્યા તે બાબતે હાલ તો કંઇ સામે આવ્યુ નથી પરંતુ દિવ્યાની સુસાઇડ નોટ મામલે પોલિસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 12ની વિદ્યાર્થિની દેવાંશી સરવૈયાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. તેણે પણ આપઘાત પહેલા એક નોટ લખી હતી અને તેમાં તેણે બિમાર હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.રાજકોટના જેતપુરમાંથી પણ આપઘાતનો એક કિસ્સો સામે આવ્યો હતો,

જેમાં જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા રવિ સાતા નામના યુવકે અગમ્ય કારણસર દુકાનમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા રવિએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘મા-બાપ, ભાઈ-બહેન અને મારી પત્ની સિદ્ધિ તું પણ મને માફ કરજે’. આ ઉપરાંત રાજકોટના સહકારનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 18 વર્ષિય વિશ્વા ખાંડેરખા તેના ઘરે મોબાઇલ લઈને બેઠી હતી,આ દરમિયાન જ તેની માતાએ નજીકમાં પરીક્ષા આવતી હોવાને કારણે મોબાઇલ મૂકી વાંચવા કહ્યુ.

જેના કારણે વિશ્વાને લાગી આવતા તેને પોતાના રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો. જ્યારે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યા છત્તાં વિશ્વાએ ન ખોલ્યો તો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો અને દરવાજો તોડી દીધો. ત્યારે તેમણે વિશ્વાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ પરિવારજનોના નિવેદન લેવાની તજવિજ હાથ ધરી હતી. ત્યારે જણાવી દઇએ કે, વિશ્વા કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઈ એક બહેનમાં મોટી હતી.