સુરતમાં 11 સાયન્સના વિદ્યાર્થીએ કરી લીધો હતો આપઘાત, કારણ જાણીને રુવાડા ઉભા થઇ જશે

ચેતી જજો વાલીઓ – સ્યુસાઇડ નોટમાં એવું રાઝ ખુલ્યું કે આજના દરેક માં-બાપે વાંચવું જોઈએ…

દેશભરમાંથી આપઘાતની ઘણી એવી ચોંકવનારી ઘટનાઓ સામે આવે છે કે કેટલાક લોકો એવી એવી પરિસ્થિતિમાં આપઘાત કરી લે છે કે તે માનવામાં જ નથી આવતું, ખાસ કરીને આજની યુવા પેઢી નાની નાની વાતોમાં પણ મોતને વહાલું કરવાનો વિચાર કરી લે છે, ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે જેમાં ધોરણ 11માં ભણતા એક વિધાર્થીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર ઉગત રોડ શ્રીજી નગરી સોસાયટીમાં રહેતા અને મુળ બિહારના પટનાના વતની રણજીત વર્મા રિતેશ કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગત મંગળવારના રોજ રિતેશ સવારે રૂમની અંદર વાંચવા માટે ગયો હતો. બપોર સુધી તે પાછો ના આવતા અને જમવાનો સમય થવાના કારણે તેના પિતા તેને રૂમમાં બોલાવવા માટે ગયા હતા.

આ દરમિયાન રિતેશના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પિતાએ ઘણીવાર સુધી દરવાજો ખખડાવતા રિતેશ દ્વારા દરવાજો ના ખુલવાના કારણે તેના પિતાને શંકા ગઈ હતી અને તેમને દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડીને અંદર જોયું ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા. રિતેશ ગળે ટુંપો ખાધેલી હાલતમાં હતો. આ  જોઈને તેના માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ ઘટના અંગેની જાણ થતા જ રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોતાની તપાસ હાથ ધરી હતી, જેમાં રિતેશ પાસેથી લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી. રિતેશે આ સુસાઇડ નોટ અંગ્રેજીમાં લખી હતી. જેમાં તેને પરીક્ષામાં નાપાસ થવાના ડરની વાત તેને સુસાઇડ નોટમાં લખી હતી.

રિતેશે પરિવારના સભ્યોને સંબોધી લખેલી સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેને ભણવા બાબતે સતત ટેન્શન રહે છે. તેને નાપાસ થવાનો ડર લાગ્યા કરે છે. જો તે નાપાસ થશે તો તેની મહેનત પર પાણી ફરી વળશે, જેથી તેણે આપઘાતનું પગલુ ભર્યુ હતું.

Niraj Patel