ખબર

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલા પરિવારનો અકસ્માતનો વિડિઓ થયો વાયરલ, જુઓ વિડીઓમાં, ફિલ્મના સ્ટન્ટની જેમ ગાડી હવામાં ફંગોળાઈ

દિવાળીની રજાઓ આવતી હોય લોકો ફરવામાં માટેના પલાણ બનાવતા હોય છે, આપણે પણ દા દિવાળીમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું નક્કી કર્યું જ હશે. આપણે ગુજરાતીઓ ગુજરાતની બહારના પ્રવાસ ખેડીએ તો ગુજરાત બહારના લોકો ગુજરાતમાં પ્રવાસ આવતા હોય છે.

મહારાષ્ટ્રનો એક પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મંગળવારે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ રાજપીપળા નજીક તે પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો. જેમાં તેમની ગાડી હવામાં જ ફંગોળાઈ ગઈ. આ અકસ્માતનો વિડિઓ રોડની બાજુમાં રહેલા પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો.જે બહાર આવતા લોકોમાં ચકચાર મચાવી દીધો હતો. સોશિયલ મીડિયામાં પણ આ વિડિઓ ઘણો જ વાયરલ થયો હતો. કોઈ ફિલ્મના સ્ટંટની જેમ ગાડી હવામાં ફંગોળાતી જોવા મળી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળાના કુંવરપરાના રુદ્રાક્ષ પેટ્રોલપંપની સામે જ મહારાષ્ટ્રનો પરિવાર પોતાની ગાડીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ ખોટી દિશામાં આવતી એક ગાડીએ તે પરિવારની ગાડીને ટક્કર મારી હતી જેના કારણે આખી ગાડી હવામાં ફંગોળાઈ અને અંદર બેઠેલા પરિવાર જનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તે લોકો બુમાબુમ કરતાં અને આસપાસના લોકો આ નજારો જોતા જ ભયભીત થઇ ગયા હતા. પેટ્રોલપંપ દ્વારા 108ને તાત્કાલિક ફોન કરી દેવાયો જેના કારણે કોઈ જાનહાની થઇ નહોતી. તે ગાડીમાં બે પુરુષ અને બે મહિલા સહીત તેમની 10 વર્ષની દીકરી પણ હતી. એક મહિલા અને એક પુરુષને ગંભીર ઇજા પહોંચી હતી. જે અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.