અજબગજબ ખબર

વિદેશ કરતા પણ રળિયામણું બની ગયું ગુજરાત, કેવડિયા કોલોનીમાં ખુલ્લા મુકાયા આ 17 પ્રોજેક્ટ, જાણો એન્ટ્રી ફી અને બીજી માહિતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમત્તે કેવડિયા કોલોનીમાં બનાવામમાં આવેલા અલગ અલગ પ્રોજેક્ટને આજે ખુલ્લા મુકવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી આજે 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

આ તમામ પ્રોજેક્ટ ગુજરાત માટે ગૌરવની વાત છે. હવે ફરવા જવા માટે વિદેશ કે ગુજરાતની બહાર જવાની પણ જરૂર નહીં પડે, હવે તો આ સ્થળ ઉપર જ વિદેશીઓ અને ગુજરાતની બહાર ના લોકો પણ ફરવા માટે આવશે. ચાલો જોઈએ કયા કયા પ્રોજેક્ટને ખુલ્લા મુકવામાં આવ્યા છે અને તેમાં કેટલી એન્ટ્રી ફી રાખવામાં આવી છે.

જંગલ સફારી:
કેવડિયા કોલોની ખાતે જંગલ સફારીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર તમને જંગલની મોજ માણી શકો છો. આ સફારી પાર્ક 375 એકરમાં ફેલાયેલુ અને 7 ઝોનમાં સફારી પાર્ક બનાવાયું છે. દેશ વિદેશના કુલ 1100 પક્ષીઓ આ સફારી પાર્કમાં છે. આ સફારી પાર્કમાં 100 પ્રજાતીના પ્રાણીઓ પણ જોવા મળશે. આ સુવિધા માણવા માટે પુખ્ત વયના વ્યક્તિને 200 રૂપિયા અને બાળકોને 125 રૂપિયા ચૂકવવા પડશે.

એકતા ક્રુઝ:
ગોવાની અંદર દરમિયામાં ક્રુઝનો જે આનંદ માણતા હતા તે હવે કેવડિયા ખાતે પણ માણવા મળશે. નર્મદાની અંદર આ ક્રુઝની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું નામ એકતા ક્રુઝ રાખવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ 49 મિનિટ સુધી 6 કિલોમિટરની યાત્રાનો આનંદ માણી શકશે. તેનો ટિકિટ દર બાળકો અને પુખ્ત વયના લોકો માટે એક સરખો જ 200 રૂપિયા રાખવામાં આવ્યો છે.

રિવર રાફ્ટિંગ:
સિમલા અને કુલ્લુ મનાલી જેવી રિવર રાફ્ટિંગની મજા હવે નર્મદામાં પણ માણવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રિવર રાફટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો ટિકિટ દર બાળકો અને પુખ્ત વયના લોકો માટે એક સરખો જ 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે.

બટર ફ્લાય ગાર્ડન:
કેવડિયા કોલોની ખાતે બટર ફ્લાય પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ રંગબેરંગી પતંગિયાઓ જોવાનો અને તેમને સ્પર્શવાનો આંનદ પણ માણી શકાશે. આ ગાર્ડનની પ્રવેશ ફી વયસ્કો માટે 60 અને બાળકો માટે 40 રૂપિયા રાખવામાં આવી છે.

કેક્ટ્સ ગાર્ડન:
કેવડિયાના પ્રાકૃતિક નજારા વચ્ચે સરસ મઝાના કેક્ટ્સ ગાર્ડનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા-જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલું છે. નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છેનર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેની પ્રવેશ ફી વયસ્કો માટે 60 રૂપિયા અને બાળકો માટે 40 રૂપિયા રાખવામાં આવી છે.

એકતા નર્સરી:
એકતા નર્સરી એકતા હેન્ડીકાફ્ર્ટ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે, જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ કરવામાં આવે છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. જુદા-જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર ૧૦ એકરમાં પથરાયેલું સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગૃપ થકી ૩૧૧ કુટુંબોને આર્થિક લાભ મળે છે. જેનીપ્રવેશ ફી વયસ્કો માટે 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા રાખવામાં આવી છે.

ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક:
અદ્યતન ટેકનોલોજી દ્વારા સંચાલિત આ વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35 હજાર ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલ-ભુલૈયાં પણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો ટિકિટ દર વયસ્કો માટે 200 રૂપિયા અને બાળકો માટે 125 રૂપિયા રાખવામાં આવ્યો છે.

યુનિટી ગ્લો ગાર્ડન:
યુનિટી ગ્લો ગાર્ડન દેશમાં આ પ્રકરણો સૌ પ્રથમ ગાર્ડન છે. આ જગ્યા ઉપર જઈને પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવા ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારના છે.

આરોગ્ય વન:
માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા-જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ આરોગ્ય વનની અંદર પ્રવેશવા માટેની પ્રવેશ ફી વયસ્કો માટે 30 રૂપિયા અને બાળકો માટે 20 રૂપિયા રાખવામાં આવી છે.

એકતા મોલ:
એકતા મોલની અંદર દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. આ એકતા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોની વખાણવામાં આવતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણી શકશે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.

સરદાર સરોવર બોટિંગ:
પ્રવસીઓ આ સ્થળ ઉપર આવી અને સરદાર સરોવરમાં બોટીંગની મજા પણ માણી શકશે. બોટિંગ માટે બાળકો અને પુખ્ત વયના લોકો માટે એક સરખો જ ચાર્જ રાખવામાં આવ્યો છે. સરદાર સરોવરમાં બોટિંગ કરવા માટે તમારે 290 રૂપિયા ખર્ચવા પડશે.

સી-પ્લેન:
અમદાવડતી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ આવવા જવા માટે હવે સી-પ્લેનનું પણ આયોજન થઇ ચૂક્યું છે. જો તમે અમદાવાદથી સી-પ્લેન મારફતે જવા માંગતા હોય તો તમારે પ્રતિ વ્યક્તિ દીઠ એક તરફી પ્રવાસ માટે 1500 રૂપિયા અને બંને તરફી પ્રવાસ માટે 3000 રૂપિયા ખર્ચવા પડશે.

આ ઉપરાંત કેવડિયા કોલોનીનું સૌથી મુખ્ય આકર્ષણ તરીકે ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે 150 રૂપિયા અને બાળકો માટે 90 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીની ફી પુખ્ત વયના લોકો માટે 380 રૂપિયા અને બાળકો માટે 230 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત પણ કેવડિયા કોલોની ખાતે બીજા પ્રોજેક્ટ પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચજો: શું તમે પણ કેવડિયા કોલોની ફરવા જવાનું આયોજન બનાવી રહ્યો છો? કેટલો થશે ખર્ચ આખા કેવડિયા ફરવાનો? ખુબ જ કામની માહિતી