ખબર

100 મહાન જગ્યાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામેલ, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ખુશી- વાંચો સમગ્ર અહેવાલ

અમેરિકાની પ્રખ્યાત મેગેઝીન TIMEએ વિશ્વની 100 મહાનતમ જગ્યાઓની એક યાદી બહાર પાડી છે, જેમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું છે, ‘શાનદાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટાઈમ મેગેઝીને 100 મહાનતમ જગ્યાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. કેટલાક દિવસો પહેલા અહીં એક દિવસમાં 34000 લોકોના આવવાનો રેકોર્ડ બન્યો. ખુશી છે કે આ જગ્યા લોકપ્રિય પર્યટન સ્થળના રૂપમાં પ્રસિદ્ધિ પામી રહી છે.’

પીએમ મોદીએ એક બીજી ટ્વીટમાં કહ્યું છે કે એ જણાવતા ખુશી થઇ રહી છે કે સરદાર સરોવર બંધનું જળસ્તર ઐતિહાસિક 134 મીટર સુધી પહોંચી ગયું છે. મોદીજીએ ડેમની કેટલાક તસ્વીરો શેર કરતા લખ્યું કે આશા છે કે તમે આ પ્રતિષ્ઠિત સ્થળ પર જાઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે લોખંડી પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ છે. 182 મીટર ઊંચી આ પ્રતિમાનું અનાવરણ ગયા વર્ષે 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના નિર્માણમાં લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

Image Source

ડેમનું જળસ્તર વધવાને કારણે અહીંથી બંધનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં એક એક્ઝિબિશન હોલ, મેમોરિયલ અને મ્યુઝિયમ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks