ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં હવે ડોક્ટરે કહી આ વાત, જાણો પુરી ખબર

અભિનેતા સુશાંત સિંહે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરીને દરેકને ચોંકાવી દીધા હતા. એવામાં દરેક કોઈ જાણવા માંગે છે કે આવા દમદાર અભિનેતાએ આત્મહત્યા શા માટે કરી. એવામાં તેની આત્મહત્યાના મામલામાં ઘણી અટકળો સામે આવી રહી છે.

Image Source

જણાવી દઈએ કે સુશાંત આગળના છ મહિનાથી ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો. પણ આગળના અમુક દિવસોથી તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું અને તેનો વ્યવહાર પણ અસામાન્ય હતો. સુશાંતના રૂમમાંથી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ કે સ્યુસાઇડ નોટ મળી નથી પણ ડિપ્રેશનને લગતી ઘણી દવાઓ મળી હતી.

Image Source

એવામાં હવે પોલિસ સમગ્ર ઘટનાની શોધખોળ અને પૂછતાછમાં લાગી ગઈ છે. એવામાં પોલીસે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ 9 કલાક સુધી પૂછતાછ કરીને બયાન દર્જ કરી લીધું છે. એવામાં સુશાંતના મનો ચિકિત્સક ડોક્ટર કેસરી ચાવડાનો એક નવો ખુલાસો સામે આવ્યો છે.

Image Source

પુછતાછના દરમિયાન ડોકટરે તેના માનસિક સ્વાસ્થ્ય અને પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેને લઈને અમુક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. ડોકટરે કહ્યું કે સુશાંત આગળના અમુક સમયથી અંકિતા લોખંડેને ખુબ યાદ કરી રહ્યા હતા અને તેને પોતાના બ્રેકઅપ પર ખુબ પછતાવો થઇ રહ્યો હતો.

Image Source

એવું પણ જાણવા મળ્યું કે સુશાંત આગળના છ મહિનામાં ત્રણ વાર ડોક્ટર પાસે ગયા હતા. ડોકટરે કહ્યું કે સુશાંત આગળના એક વર્ષથી હતાશા અનુભવતા હતા અને રાતે ઊંઘી પણ શકતા ન હતા.

Image Source

અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પછીના અમુક સમય સુધી તો બધું ઠીક જ હતું પણ પછી અમુક અસફળ સંબંધોને લીધે તેને એવો અહેસાસ થયો કે કોઈપણ તેને પસંદ નથી કરતું. અભિનેત્રી ક્રિતી સેનન સાથે પણ તેનું રિલેશન કઈ ખાસ ટક્યું ન હતું.

Image Source

આ સિવાય રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું હતું કે સુશાંત તેની હાલની પ્રેમિકા રિયાના વ્યવહારથી નાખુશ હતા અને તેની સાથે ઝઘડો કરતા રહેતા હતા. આ સિવાય ડોકટરે એવું પણ કહ્યું હતું કે સુશાંત અલગ અલગ રીતે એક જ વસ્તુ માટે ખુબ વિચારતા રહેતા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.