આને કહેવાય ખમીરવંતી ગુજરાતી ક્ષત્રિયાણી… જે પતિના શહીદ થયા બાદ પણ પોતાના સંતાનને મોકલશે દેશ સેવા કરવા સૈન્યમાં, જુઓ શહીદ મહિપાલસિંહની પત્નીએ શું કહ્યું ?

I will also send my child to the army : આપણા દેશની રક્ષા કરવા માટે દેશના વીર જવાનો સરહદ પર દુશ્મનોનો સામનો કરતા શહીદી પણ વહોરી લેતા હોય છે. તેમના શહીદ થવાની ખબર આવતા જ આખા દેશમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે પરિવાર માથે પણ આભ તૂટી પડતું હોય છે. છતાં પણ દેશવાસીઓ અને તેમના પરિવારજનો તેમને ગર્વભેર અંતિમ વિદાય આપતા હોય છે. થોડા દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના કુલગામમાં શુક્રવારના રોજ સેનાએ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં પણ ત્રણ જવાનો શહીદ થયા હતા. ત્યારે તેમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ સામેલ હતા.

મહિપાલસિંહના શહીદ થવાથી ગામમાં માતમ :

ખુબ જ નાની ઉંમરમાં મહિપાલસિંહનમા શહીદ થવાના સમાચારથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું હતું અને તેમના પરિવારમાં પણ માતમ છવાયો હતો, પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુઓ અટકવાનું નામ નહોતા લઇ રહ્યા. સૌથી દુઃખની વાત તો એ હતી કે મહિપાલસિંહના પત્નીનું ગયા મહિને જ સીમંત થયું હતું અને તે ટૂંક સમયમાં એક બાળકને પણ જન્મ આપવાનીઓ હતી, પરંતુ પોતાના આવનારા બાળકનું મોઢું પણ તે ના જોઈ શક્યા.

પત્નીના સીમંત પ્રસંગે આવ્યા હતા ઘરે :

મહિપાલસિંહ પત્નીના સીમંત પ્રસંગે રજા લઈને ઘરે પણ આવ્યા હતા, પ્રસંગ પતાવીને તે ખુશી ખુશી પોતાની ફરજ પર પાછા વળ્યાં હતા, પરંતુ આતંકવાદીઓ સાથે સામી છાતીએ લડવા જતા તેમને શહીદી વહોરી લીધી. ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે તેમના અંતિમ સંસ્કાર બાદ હજુ પણ પરિવાર આઘાતમાં છે, છતાં તેમના ધર્મપત્ની વર્ષાબાએ એવી વાત કહી છે જે સાંભળીને તમારી છાતી પણ ગર્વથી ફૂલી જશે.

પત્નીનું સપનું હતું સૈન્યમાં કામ કરતા વ્યક્તિ સાથે લગ્ન કરવાનું :

મૂળીનાં નુરીકર ગામનાં વર્ષાબાનું સપનું હતું કે તેમના લગ્ન સૈન્યમાં કામ કરનાર જવાન સાથે જ થાય અને તેમને મહિપાલસિંહ વાળા સાથે જ લગ્નના ફેરા ફર્યા. લગ્ન બાદ જયારે તેમના ઘરે પારણું બંધાવવાનું હતું ત્યારે તેઓ ખુબ જ ખુશ હતા અને જયારે મહિપાલસિંહ પત્નીના સીમંત પ્રસંગે  ઘરે આવ્યા હતા ત્યારે જ તેમને પોતાની પત્ની સાથે નક્કી કર્યું હતું કે તે પોતાના આવનારા સંતાનને પણ સેનામાં જ મોકલશે. ત્યારે હવે મહિપાલસિંહના શહીદ થયા બાદ વર્ષાબાએ જે કહ્યું તેના માટે પણ ખુબ જ હિંમત જોઈએ.

બાળકને લઈને ખુબ જ ચિંતત હતા :

બીબીસી મીડિયા અનુસાર વર્ષાબાએ જણાવ્યું કે, “તેઓ બાળક અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા અને સતત ડૉક્ટરનાં સંપર્કમાં પણ રહેતા હતા. જયારે એમનું પૉસ્ટિંગ ઇન્ટરનેટ ન હોય એવી જગ્યાએ થયું હોય ત્યારે જ એમનો વીડિયો કૉલ આવતો ન હતો. એ કુલગામ ગયા ત્યારે એમનો વીડિયો કૉલ આવ્યો હતો કે એ કોઈ મોટા ઑપરેશનમાં જઈ રહ્યા છે પણ લશ્કરનાં નિયમ મુજબ એમણે મને કહ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.”

આવનારા સંતાનને પણ સૈન્યમાં મોકલશે :

વર્ષાબાએ આગળ એમ પણ જણાવ્યું કે “ડૉક્ટરે મને એવું કહ્યું હતું કે, આવનારા બે-પાંચ દિવસમાં બાળકનો જન્મ થશે. મને પણ પ્રસવ પીડાની શરૂઆત હતી એટલે હું દવાખાનામાં દાખલ થવાની હતી. મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો. તેમનો સામે જવાબ આવ્યો કે ફતેહ તો હું કરીશ, પરંતુ આપણે દીકરો હોય કે દીકરી તેને ભારતીય સેનામાં જ દાખલ કરવાના છે.” ત્યારે આ ઘટનાને રડતા રડતા યાદ કરીને તેમને એમ પણ જણાવ્યું કે “મારા બાળકને પણ હું લશ્કરમાં જ મોકલીશ.”

Niraj Patel